રાજ્યમાં ચોમાસું શરૂ થયા બાદ વરસાદે છેલ્લા કેટલાક દિવસોથી મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે દક્ષિણ ગુજરાતમાં પણ જૂન મહિનામાં વરસાદના ધમાકેદાર આગમન બાદ છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ રૂસણા લીધા છે. રાજ્યમાં હજુ ૧૫ મી જુલાઇ સુધી વરસાદના આગમનના કોઈ એંધાણ વર્તાઇ રહ્યાં નથી એવામાં વરસાદ ખેંચાશે તો ખેડૂતોને પાક સુકાઇ જવાની ચિંતા સતાવી રહી છે મેઘરાજા ચોતરફ પૂરેપૂરા છવાય તે પહેલા રિસાયા છે ક્યાંક વધુ ક્યાંક ઓછા વરસાદને કારણે અત્યારે અનેક વિસ્તારોમાં ગરમી વધવા લાગી છે.અને કરવામાં આવેલું વાવેતર સુકાઇ રહ્યું છે.
વધુ વિગતો મુજબ એક તરફ ચોમાસાની આ સ્થિતિથી ખેડૂતોના માથે ચિંતાની રેખાઓ તણાઈ છે તો બીજી તરફ કોરોનાનો સામનો કરી રહેલી અર્થવ્યવસ્થા માટે પણ આ સમાચાર સારા કહી શકાય તેમ નથી છેલ્લા બે સપ્તાહથી ચોમાસાના વાદળો ના આગળ વધવા પર બ્રેક લાગી ચૂકી છે આની પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું કારણ માનવામાં આવી રહ્યું છે આ કારણથી પશ્ચિમ તરફથી આવનારા ચોમાસાના પવનો ને બ્લોક કરીને આગળ વધતા રોકી રહ્યા છે.
દક્ષિણ ગુજરાતમાં વરસાદ ખેંચાઇ ગયો હોવાથી કૃષિ ક્ષેત્ર માટે બિહામણી અને ડરામણી પરિસ્થિતિનું નિર્માણ ઉભું થઇ રહ્યું છે અને વાવણી કરાયેલા પાકો પર જબરુ જોખમ સર્જાવાની સાથે વાવેતર નિષ્ફળ જવાનો ભય ઊભો થયો છે એવામાં નવી આ મંગળ આગાહીને કારણે જગતાત ના કપાળ પર ચિંતાની રેખાઓ અંકાઈ જવા પામી છે. ચોમાસાના મહત્વના મહિના જૂન ની જેમ જુલાઈમાં પણ અત્યાર સુધી એક સપ્તાહથી વરુણદેવ ગાયબ રહ્યા હોવાથી વરસાદ ખેંચાઇ જવા પામ્યો છે અને વાવેતર જોખમમાં મુકાઈ જવા પામ્યું છે. ગુજરાતમાં મેઘરાજા અલોપ થઇ ગયા હોવાથી લાખો હેકટર પાક નું વાવેતર નિષ્ફળ જવાનો ખેડૂતોને ભય ઉભો થયો છે. ખેડૂતો ભારે આર્થિક નુકસાની ના અંદેશા થી ચિંતામાં ગરકાવ થઈ ગયા છે.
ખેડૂતો નું ડાંગરનું ધરૂ બળી જવાનો ભય ઊભો થતાં સિંચાઇનું પાણી છોડવા ખેડૂતો માગણી કરી રહ્યા છે બીજી તરફ સરકાર પણ વરસાદ ખેંચાતા ચિંતામાં મૂકાઈ છે. સમયસર વાવણી બાદ વરસાદ ન થયો હોવાથી વાવેતર ઝડપભેર સૂકાઈ રહ્યું છે ડાંગર જેવા મહત્વના પાક અને બાગાયતી પાક ને મોટું નુકસાન થવાનો ડર ખેડૂતોને ઉભો થતાં દિવસે દિવસે જગતાતની ચિંતા વધી રહી છે. નજરો સામે ખેડૂતો સુકાતા જતા પાકો ને જોઈને કિસાન ની આંખ ભીની બની રહી છે દક્ષિણ ગુજરાતનું ગ્રામ્ય વિસ્તારનું અર્થતંત્ર મોટેભાગે કૃષિ આધારિત છે.
સુરત. નવસારી. વલસાડ જિલ્લામાં પ્રારંભીક સમયમાં સારો વરસાદ વરસતા ચોમાસુ ઓણસાલ સોળ આની જવાની ખેડૂતોને આશ બંધાઈ હતી બીજી તરફ તાપી અને આહવા ડાંગ જિલ્લામાં મેઘરાજાએ જોઈએ તેટલી મહેરબાની વરસાવી ન હતી આ બંને જિલ્લાઓની મોટેભાગે ખેતીવાડી વરસાદ આધારિત હોય છે જરૂર કરતાં ઓછા પ્રમાણમાં વરસાદ થતાં બંને જિલ્લાના ખેડુતોએ વાવણી તો કરી નાખી પરંતુ પાણી વિના હવે ખેડૂતોની દશા માઠી થવા પામી છે વરસાદ સમયસર ન આવે તો ચોમાસુ પાક મહદંશે નિષ્ફળ જઈ શકે છે. સારો પાક લેવા માટે અને વાવેતર બચાવવા માટે ખેડૂતોને સિંચાઇનું વધુ પાણી આપવું પડશે જેની માગણી અત્યારથી શરૂ થઇ જવા પામી છે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની જીવાદોરી સમાન તાપી નદીના ઉપરવાસમાં આવેલો ઉકાઈ ડેમ હજુ સુધી નવી પાણીની આવક થઈ નથી જેથી ખેડૂતોની માંગ પણ સંતોષાઈ શકે તેવી હાલમાં સ્થિતિ પણ જણાતી નથી.(સાંકેતિક તસ્વીર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500