Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જમાઈએ સસરા ઉપર જીવલેણ હુમલો કર્યો, કોયતા વડે સસરાના હાથની આંગળીઓ કાપી નાખી

  • April 14, 2023 

કુકરમુંડાના આમોદા-મૌલીપાડામાં જમાઈએ નિંદ્રા માણી રહેલા સસરા ઉપર કોયતા વડે જીવલેણ હુમલો કરી હાથની આંગળીઓ કાપી નાખવા સાથે જીવલેણ હુમલો કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.


મળતી માહિતી મુજબ તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના આમોદા-મૌલીપાડાના રહીશ પ્રકાશભાઈ વિજયસિંગ વસાવાની બહેન અંજનાબેન તથા કુકરમુંડાના આશાપુર ગામના આરોપી રાકેશભાઈ પ્રતાપસિંહ ગાવિત પતિ પત્ની તરીકે રહેતા હતા પરંતુ અંજનાબેન અઢી માસ પહેલા ગુમ થયેલ હોય જેના આક્ષેપો બંને પક્ષો એકબીજા ઉપર કરતા રહેતા તકરાર ચાલતી હતી જે મુદ્દે તા.13/૦૪/૨૦૨૩ નારોજ આરોપી રાકેશ ગાવિતે આમોદા-મૌલીપાડા ગામમાં આવી વિજયસિંગ દાવાભાઈ વસાવા સુતેલા હતા જેઓ ઉપર કોઇતાથી હુમલો કર્યો હતો.આરોપીએ સુતેલા વિજયસિંગના ડાબા હાથની બે આંગળીઓ તથા જમણા હાથની એક આંગળી કાપી નાખી છૂટી પાડી દઈ તેમજ માથાના ભાગે ગળાના ભાગે કપાળના ભાગે છાતીના જમણા ભાગે તથા જમણા ખભા ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરવાની કોશિશ કરી હતી.



વિજય સિંહ વસાવાને બચાવવા માટે દોડી ગયેલા પ્રકાશભાઈને પણ આરોપીએ નાકના ભાગે તથા છાતીના ભાગે ઈજા પહોંચાડી તથા કોઈતાની બીક બતાવી હતી જેને હુમલો કર્યા બાદ આરોપી રાકેશ ગાવીત મોટર સાયકલ ઉપર પ્રતાપસિંહ ગાવિત સાથે બેસીને ભાગી ગયા હતા.બનાવ અંગે નિઝર પોલીસ દ્વારા ફરિયાદના આધારે આરોપીઓ રાકેશ પ્રતાપસિંગ ગાવિત તથા પ્રતાપસિંગ દામુભાઈ ગાવીત વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News