Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સેલવાસ-નરોલી રોડ સ્થિત દુકાનની પાછળનાં ભાગનો દરવાજાનો નકૂચો તોડી તસ્કરો દુકાનનાં ગલ્લામાંથી 5 લાખ રોકડા અને સામાન ચોરી ફરાર

  • July 11, 2024 

સેલવાસ-નરોલી રોડ સ્થિત શહીદ ચોક નજીક આવેલા વિરલ કોર્પોરેશન નામની હોલસેલ ડિસ્ટ્રિબ્યૂટરની દુકાનમાં ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી. દુકાનની પાછળના ભાગના દરવાજાનો નકૂચો તોડી બે વ્યક્તિ મોઢે માસ્ક બાંધી અંદર ઘૂસ્યા બાદ દુકાનના ગલ્લામાં રાખવામાં આવેલ રૂપિયા 5 લાખ રોકડા અને દુકાનમાંથી કેટલોક સામાન ચોરી ફરાર થઈ ગયા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સેલવાસના શહીદચોક પાસે આવેલી વિરલ કોર્પોરેશન નામની હોલસેલ ડિસ્ટ્રિબ્યૂટર દુકાનના માલિક દરરોજની જેમ સવારે જ્યારે દુકાને આવ્યા ત્યારે દુકાનનું શટર ખોલ્યું તો અંદરનો ગલ્લો બહાર દેખાયો હતો.


જયારે દુકાનનો કરિયાણા સહિતનો સામાન પણ વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ માલિકે તપાસ કરતાં ગલ્લામાં રાખવામાં આવેલા રોકડા રૂપિયા 5 લાખ અન્ય વેપારીને આપવા માટે રાખ્યા હતા. તેની ચોરી થઈ ગઈ હોવાનું જણાયું હતું. દુકાનના માલિકે ઘટના બાબતે તાત્કાલિક સેલવાસ પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસની ટીમ પણ ઘટના સ્થળે ધસી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. જેમાં CCTVમાં બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધેલી અવસ્થામાં જોવા મળ્યા હતા. સેલવાસ-પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application