આહવામાં રહેતા એક 45 વર્ષીય ઈસમને દારૂ પીવાની આદત હોવાથી તે ત્રણ માસ પહેલા ઘરેથી નીકળી ગયો હતો.જોકે તેની લાશ આહવાની ખીણમાંથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં રાણી ફળિયા ખાતે રહેતો શૈલેષભાઈ બલુભાઈ દેશમુખ (ઉ.વ.45) દારૂ પીવાની ટેવવાળો હતો જોકે તેઓ આશરે ત્રણ મહિના પહેલા તેના પોતાના ઘરેથી નીકળી ગયો હતો.
જયારે તેમની લાશ ઝારખંડેશ્વર મંદિરની પાછળ આવેલ દુખ્યાના દશ તરીકે ઓળખાતી જગ્યાએથી ડિકમ્પોઝ હાલતમાં મળી આવી હતી. બનાવ અંગે આહવા પોલીસ મથકે મૃતકના ભાઈ અશોકભાઈ દેશમુખે અકસ્માત મોતનો ગુનો નોંધાવી શૈલેષ દેશમુખ નશાની હાલતમાં અકસ્માતે ખીણમાં ઉચેથી પડી જવાથી શરીરે ગંભીર ઈજા થવાથી મોત નિપજયુ હોવાનું જણાવ્યું હતું. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application