Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાનું શુટિંગ ડિસેમ્બરમાં શરુ થશે

  • September 18, 2024 

અક્ષય કુમારની આગામી ફિલ્મ ત્રિરંગાની ઘોષણા ગયા મહિને કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને લઇને અપડેટ છે કે, આ ફિલ્મનું દિગ્દર્શન સંજય પૂરણ સિંહ ચૌહાણ કરવાનો છે. તેમજ આ ફિલ્મનું શૂટિંગ આ વરસના ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. દિગ્દર્શક સંજય પૂરણ સિંહ ચૌહાણે આ પહેલા લાહોર અને ૭૨ હુરાએ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું . આ બંને ફિલ્મોએ નેશનલ એવોર્ડસ મેળવ્યા હતા. દિગ્દર્શક અને અક્ષયે ફિલ્મ ગુરખામાં સાથે કામ કરવાના હતા પરંતુ આ ફિલ્મ પછીથી અભેરાઇએ ચડી ગઇ હતી. પહેલા એવી ચર્ચા હતી કે, ત્રિરંગાએ નાના પાટેકર  રાજ કુમારની ૧૯૯૩ની ફિલ્મ ત્રિરંગાની રીમેક બનશે. જોકે પછીથી નિર્માતાએ આ વાતને માત્ર અફવામાં ખપાવીને રિમેક ન હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમજ આ એક નવી અને ઓરિજિનલ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મ બનશે તેમ પણ વધારામાં જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News