વિશ્વની સૌથી મોટી સોશિયલ મેસેજિંગ એપ WhatsAppનું સર્વર છેલ્લા એક કલાકથી ડાઉન છે. 12.30-12.40 કલાક આસપાથી વ્હોટ્સએપ સમગ્ર ભારત અને વિદેશનાં અનુક યુઝર્સમાં ડાઉન છે. દેશભરનાં 48 કરોડ યુઝર્સને હાલ આ સર્વર ડાઉન થતાં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે વ્હોટ્સએપ ડાઉન થવાની અનેક ફરિયાદો અને રમૂજી મેસેજો લોકો ટ્વિટર પર શેર કરી રહ્યાં છે. જયારે ગુજરાતી યુઝર્સો કહી રહ્યાં છે કે. WhatsApp માટે પણ આજે ધોકો દિવસ છે. દેશી ગુજરાતી ભાષામાં પડતર દિવસને ધોકો દિવસ કહેવાય છે. અમુક યુઝર્સે કહ્યું કે. ગુજરાતી જનતા દ્વારા દિવાળી-પડતર દિવસ-નૂતન વર્ષના મેસેજોનો મારો ચાલતા વ્હોટ્સએપનું સર્વર વધુ લોડ સહન ન કરી શકતા સર્વર ડાઉન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application