તા.પ મી સપ્ટેમ્બર નજીક આવી રહી છે, ત્યારે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્ર પતિ અને મહાન તત્વચિંતક ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને આપણે કઇ રીતે ભૂલી શકીઍ? તેમના જન્મ દિવસ પાંચમી સપ્ટેમ્બરને આપણે શિક્ષક દિન તરીકે સમગ્ર ભારત વર્ષમાં ઉજવીઍ છીઍ. શિક્ષક દિન તા.૫ મી સપ્ટેમ્બર ૨૦૨૦ ની યાદમાં સમાજના શિલ્પીને શબ્દો દ્વારા યાદ કરી તેમની શિક્ષણ પ્રત્યેની મમતાને યાદ કરી સલામ ભરીઍ. શિસ્ત, ક્ષમા અને કર્મનો સમન્વય ઍટલે શિક્ષક. સમાજનો ઘડવૈયો શિક્ષક જ છે. વિદ્યાર્થી જેટલું શિક્ષક પાસેથી મેળવી શકે છે તેટલુ તે ક્યાંયથી મેળવી શકતો નથી.
સાચો શિક્ષક જ્યારે શિક્ષકત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તે વિદ્યાર્થીમય બની જાય છે, અને ઍ વિદ્યાર્થીને જીવનની ઍવી સફળતારૂપી સીડી ચડતા શિખવે છે કે, બાળક જીવનમાં પૂર્ણતા પામવા માટે સક્ષમ બની જાય છે. શિક્ષક ઍટલે માત્ર ચાર દિવાલ વચ્ચે પુસ્તાકમાં લખેલું જ્ઞાન સમજાવી દે ઍટલી જ વ્યાખ્યા ન કરવી જોઇઍ. શિક્ષક ઍટલે જીવનના વિવિધ શૈક્ષણિક તબક્કે શિક્ષક અને અને સહ શૈક્ષણિક પ્રવૃતિઓ દ્વારા સાચા જીવન ઘડતરના સંસ્કાર આપે છે. શિક્ષક કર્મથી શિક્ષક બની રહે છે અને નાના બાલમંદિરના વિદ્યાર્થીથી લઇને યુવાવસ્થા સુધી વિદ્યાર્થીની જ્ઞાન પિપાસાને પૂર્ણ સંતોષ આપે છે. પૂરાતન કાળથી શિક્ષકને સમાજમાં માનભર્યુ સ્થાન અપાયેલુ છે. આજ પર્યન્ત સાચો શિક્ષક પોતાના જ્ઞાન વડે સમાજમાં માનભર્યુ સ્થાન મેળવી અને ટકાવી રાખ્યુ છે, શિક્ષણની ખરા અર્થમાં સેવા કરે છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ના જન્મ દિવસ ને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીઍ છીઍ ત્યારે પ્રત્યેક શિક્ષકને ખરા અર્થમાં વંદન કરવા જ જોઇઍ ચારિત્ર્યમાં ઍક થોડો ડાઘ પડવાથી મનુષ્યની તમામ કીર્તિ ઉપર કાળાશ છવાઇ જાય છે ત્યારે સુઘડ ચારિત્ર્યના પાઠ ઍક સાચો શિક્ષક જ વિદ્યાર્થીને શિખવાડી શકે છે, તેનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે.
રાષ્ટપિતા મહાત્મા ગાંધીઍ ખરુ જ કહયું છે કે, ‘‘શિક્ષણ ઍટલે આત્માની ઉન્નતિ અને આ ઉન્નાતિ કરવાનો દરેક મનુષ્ય ને અધિકાર છે.ઙ્ખ શિક્ષક કયારેય બાળકની નાત-જાત જોતો નથી. માત્ર વિદ્યાર્થી ને જ દૃષ્ટિ સમક્ષ રાખી તેના શૈક્ષણિક વિકાસમાં તન્મય થઇ જાય છે. જ્યારે વિદ્યાર્થી પોતાના નિત્ય ધ્યેય સુધી પહોંચે છે ત્યારે સૌથી વધારે શિક્ષકને આત્મસંતોષ થાય છે અને બાળક પણ પોતાની સફળતાનો યશ પોતાના શિક્ષક ને જ આપે છે. આજે જ્યારે શિક્ષક દિન નજીક આવી રહયો છે. ત્યારે કર્મથી શિક્ષકના વ્યવસાયમાં રહેલા તમામ શિક્ષકો જેને ‘ગુરૂ’ પણ કહી શકીઍ છીઍ તે તમામને યાદ કરી અને તેમની વંદના કરવા જ રહયા. ઇતિહાસમાં પૂરાતન કાળથી ગુરૂનો મહીમા અપરંપાર છે. ગુરૂ પોતાના ગુરૂપદનો મહિમા બરોબર સાચવશે તો જગત ભરના વિદ્યાર્થીઓ તેમને હ્લદયમાં બેસાડી વંદન કરવાના જ છે.
વર્તમાન સમયમાં શિક્ષકે વિદ્યાર્થી ને અને વિદ્યાર્થીઍ શિક્ષકને બરોબર સમજવો પડશે. આધુનિક વર્તમાન યુગમાં વિદ્યાર્થીની શૈક્ષણિક ભૂખ અને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષકે પોતાની શૈક્ષણિક ભૂમિકા ભજવવી પડશે. આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિમાં ગુરૂ-શિષ્ય ના જે પવિત્ર સંબંધો ચાલ્યો આવે છે તે જગતભરમાં પ્રચલિત અને આવકારદાયક છે. તે પરંપરા આપણે સૌ જાળવી રાખીઍ અને સાચા અર્થમાં શિક્ષકરૂપી ગુરૂની વંદના કરીઍ તો સાચા અર્થમાં શિક્ષક દિન મનાવ્યો ગણાશે. કારણ કે સમાજનો સાચો શિલ્પી શિક્ષક જ છે. માટે સમાજમાં રહેલી તમામ વ્યક્તિઓ આપણા સદ્ગુરૂ જેવા શિક્ષકોને વંદન કરજો ઍજ શિક્ષક દિન નિમિત્તે શિક્ષકની વંદના થઇ ગણાશે. જેમના જન્મ દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીઍ છીઍ ઍ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનને શિક્ષણ રૂપી અંજલી આપી ગણાશે. (આલેખન- રાજકુમાર જેઠવા, સહાયક માહિતી નિયામક, નવસારી)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500