Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાની જનરલ હોસ્પિટલમાં ગંદકીનું સામ્રાજ્ય : દાખલ થયેલા દર્દીઓની માંદગીમાં વધારો થાય તો નવાઇ નહીં.

  • September 14, 2021 

તાપી જિલ્લાની સૌથી મોટી વ્યારા ખાતે આવેલ હોસ્પિટલમાં તંત્રની સુસ્તી હંમેશા ચર્ચામાં રહી છે ત્યારે હવે હોસ્પિટલમાં આવેલ ગટર લાઈન ઉભરાતા અહીં ગંદકીનું સામ્રાજ્ય સર્જાયુ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ભરાયેલું આ પાણી મચ્છરની ઉત્પતિનું કેન્દ્ર બન્યું છે. દરરોજ આ રસ્તે જ ઓફિસ જતાં હોસ્પિટલના તબીબોની આંખે હજી સુધી આ ગંદકી ન પડતાં પરિસ્થિતિ જેમની તેમ રહી છે. અસહ્ય દુર્ગધને કારણે અહીં દર્દીઓની સાથે તેમના પરિવારજનોની હાલત દયનીય બની છે. ત્યારે જનરલ હોસ્પિટલના જવાબદાર સત્તાધીશો દ્વારા જ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

 

 

 

 

 

જનરલ હોસ્પિટલના જવાબદાર સત્તાધીશો દ્વારા જ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા મિશનના સરેઆમ ધજાગરા ઉડાવી રહ્યા 

સામાન્ય રીતે પાલિકા દ્વારા મચ્છરની ઉત્પતિ થાય તેવી ગંદકી કરવા માટે જવાબદાર લોકોને દંડ ફટકારવામાં આવે છે ત્યારે સરકારી જનરલ હોસ્પિટલમાં જ આ પરિસ્થિતિ સર્જાતા તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. હોસ્પિટલમાં આવેલ ફીમેલ સર્જીકલ વોર્ડની બિલકુલ બાજુમાં ગટર છેલ્લા ઘણાં સમયથી ગંદકીથી ઉભરાઇ રહી છે જેનું ગંદુ પાણી હોસ્પિટલના માર્ગો, આસપાસના પાસે પ્રસરી રહ્યું છે અને તેમાં સતત વધારો થઇ રહ્યો છે. આ ગંદકીની સામેથી પસાર થતા રાહદારીઓ/વાહનચાલકો હેરાન પરેશાન થઇ રહ્યા છે એટલું નહી ગંદકીને કારણે દાખલ થયેલા દર્દીઓની માંદગીમાં વધારો થાય તો નવાઇ નહીં. 

 

 

 

 

 

જનરલ હોસ્પિટલના તબીબો દરરોજ આ રસ્તેથી જ પોતાની ઓફિસે જતાં હોય છે

હોસ્પિટલમાં સારવાર લેવા માટે દર્દીઓ અને તેમના પરિવારજનોને આવા ગંદા પાણીમાં પગ મૂકીને જ અંદર જવું પડી રહ્યું છે. અહીં જ જેનરિક મેડીકલ પણ આવી છે તેની આસપાસ પણ આ ગંદકીના ખાબોચીયા સર્જાય છે. પહેલાં વરસાદનું પાણી અને હવે ગંદકીથી ઉભરાતી ગટરના પાણીને લીધે દર્દીઓ પર મચ્છરજન્ય બીમારીનું જોખમ વધ્યું છે. સફાઇ કામદાર હોવા છતાં અહીં કોઇ કારણોસર સફાઇ કરવામાં આવી નથી અને ખાટલે મોટી ખોડ તો એ છે કે જનરલ હોસ્પિટલના તબીબો દરરોજ આ રસ્તેથી જ પોતાની ઓફિસે જતાં હોય છે ત્યારે તેમણે પણ આ ગંદકીના નિકાલની કોઇ સુચના ન આપતાં ચર્ચા ઊઠી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application