બારડોલીના રાજપરાલૂંભા ગામે રહેતા હરીશભાઈ ઠાકોરભાઈ હળપતિ પશુપાલનનો વ્યવસાય કરે છે.હરીશભાઈની બહેન બાઈકીબેન રાજપરાલૂંભા ગામની મીંઢોળા ખાડીએ પોતાના બકરા ચરાવી રહી હતી ત્યારે સાંજના છ વાગ્યાની આસપાસ દીપકભાઈ ગોવિંદભાઈ ટેલરના શેરડીના ખેતરમાં એક મહાકાય અજગર આવી એક બકરીને દબોચી લીધી હતી. જેથી બાઈકીબેન ગભરાઈ જઈ પોતાના ભાઈને જાણ કરતા હરીશભાઈ મીંઢોળા ખાડીએ પહોંચી બકરીને છોડાવવાની કોશિશ કરતા અજગર બકરી સાથે લપતા થઈ ગયો હતો.
હરીશભાઈએ ગામના જાગૃત નાગરિક જિજ્ઞેશભાઈ અરવિંદભાઈ પટેલને જાણ કરતા જિજ્ઞેશભાઈએ ફેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી જેથી જતીન રાઠોડે ટીમના સભ્યો કિરણ રાઠોડને ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. એક કલાકની ભારે જહેમત બાદ કિરણ રાઠોડે અજગર પાસની બકરીને છોડાવી અજગરને પકડી લીધો હતો. જ્યાં અજગર અને બકરીને જોવા લોકટોળું થઈ ગયું હતું. શ્વાસ રૂંધાવાથી બકરીનું મૃત્યુ થયું હતું. તેન સામાજિક વનીકરણ રેંજના આર.એફ.ઓ. સુધાબેન ચૌધરીએ મેહુલભાઈ મીરને સ્થળ પર મોકલતા અજગરની લંબાઈ 11 ફૂટ હતી અને વજન આશરે 50 કિલોથી વધુ વજન ધરાવતા અજગરનો કબજા લઈ સામાજિક વનીકરણ રેંજ ઓફિસ પર લઈ ગયા હતા. બકરીના મોતના સ્થળનો પંચક્યાસ કરી વન્યજીવ દ્વારા પાલતુ પશુનું મૃત્યુ થનાર માલિકને સરકાર દ્વારા વળતર માટે ફોર્મ ભરાવ્યું હતું. (સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application