Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ચૂંટણી પ્રક્રિયાને લગતા પ્રશ્નો અંગે જાહેરજનતા તથા ઉમેદવારો ચૂંટણી નિરીક્ષકશ્રી સમક્ષ રજૂઆત કરી શકશે

  • April 20, 2024 

8-અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) બેઠકની ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત યાદવ(IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમાયા છે ગુજરાત રાજ્યમાં લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આગામી તા.07/05/2024ના રોજ મતદાન યોજાનાર છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા 8- અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગમાં ચૂંટણી કામગીરી ઉપર દેખરેખ રાખવા માટે શ્રી પુનિત યાદવ (IAS)ને ચૂંટણી નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે.


લોકસભા સામાન્ય ચૂંટણી-2024ના અનુસંધાને જાહેર જનતા તથા ઉમેદવારોને 8- અમદાવાદ(પશ્ચિમ) (અ. જા.) સંસદીય મતવિભાગને લગતી ચૂંટણી પ્રક્રિયા અંગે કોઈ પણ સમસ્યા હોય તો તેઓ ચૂંટણી નિરીક્ષકશ્રીને મળીને નિરાકરણ મેળવી શકે છે. તેમના સંપર્ક માટે મોબાઈલ નંબર-9328560431, ટેલિફોન નંબર-079-29651225 (કંટ્રોલ રૂમ નંબર- 079-296511289) છે. ચૂંટણી નિરીક્ષકશ્રીને રૂમ નં-202, સર્કિટ હાઉસ, એનેક્ષી, શાહીબાગ, અમદાવાદ ખાતે બપોરે 4.00થી 5.00 કલાક દરમિયાન મળી શકાશે, જેની જાહેર જનતા તથા ઉમેદવારોએ નોંધ લેવા 8-અમદાવાદ (પશ્ચિમ)(અ. જા.) સંસદીય મતવિભાગના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રીનીઅખબારીયાદીમાંજણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application