કડાણા તાલુકાની એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલનો ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષક લાંચ સ્વીકારતા એસીબીના હાથે આબાદ ઝડપાયા છે,જેને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ ફરીયાદીશ્રી કંપનીમાં સને-૨૦૧૮ થી જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હોય તથા તેમની કંપની તરફથી આ શાળાના વિદ્યાર્થીઓને સવારનો ચા-નાસ્તો, બપોરનુ ભોજન, સાંજનો નાસ્તો અને રાત્રીનુ ભોજન વ્યવસ્થા પુરી પાડવા રસોઈયા મુકવામાં આવેલ છે અને શાળા તરફથી ભોજનાલયનો ખંડ ફાળવી આપેલ છે.જે બાબતે ટેન્ડર (કોન્ટ્રાકટ) તેમની કંપનીને મળેલ આ એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ કડાણાના પ્રિન્સીપાલ ભરતભાઈ વણકર માહે:એપ્રિલથી જુલાઈ સુધીના બીલના ત્રણ ટકા માંગતા હોય ફરીયાદીએ આ વાત કંપનીના માલીકને કહેતા તેઓએ કહેલ કે તમે રૂબરૂ મળી વાત કરી લેજો જેથી ફરીયાદીએ પ્રિન્સીપાલ સાથે વાત કરેલી અને હવે પછીના એપ્રિલથી જુલાઈ સુધીના બન્ને સ્કુલના કંપનીના કેટરીગના બીલના નાણાં રૂ.૨૭,૦૦,૨૦૫/- લેવાના થાય છે જે પૈકી એપ્રિલ માસના રૂ.૭૭૧૯૭૪/- નુ પેમેન્ટ કંપનીને ચેક દ્રારા મળેલ હતુ.
આ ભરતભાઈ (ઈન્ચાર્જ આચાર્ય) નાણાં કંપનીને આપવા માટે ૩% માંગતા અને કંપનીના ચેક અટકાવી રાખેલા અને જે ચેક કુલ રકમ રૂ.૧૯,૨૮,૨૩૧/- ના તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ મળેલા, ફરીયાદીએ તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ ભરતભાઈ વણકરને લાંચના રૂ.૨૫૦૦૦/- આપેલા અને તા.૨૩/૦૯/૨૦૨૩ ના રોજ રૂ.૨૬૦૦૦/- વધુ લાંચના નાણાં આપવાની વાત કરેલ હોય જેથી ફરીયાદીશ્રી આ લાંચના નાણાં આપવા માંગતા ન હોય જે ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ આચાર્યની ઓફિસમાં એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલમાં લાંચના છટકાનુ આયોજન કરતા આરોપી ભરતકુમાર કાળીદાસ વણકર, ઈન્ચાર્જ આચાર્ય,(૧૧માસ કરાર આધરીત) વર્ગ-૩, એકલવ્ય મોડલ, રેસીડેન્શીયલ સ્કુલ,કડાણા, મુ.પો.દીવડા કોલોની અને હર્ષદકુમાર કાંતીલાલ પટેલ,શિક્ષક, (૧૧માસ કરાર આધરીત) વર્ગ-૩,એકલવ્ય મોડલ રેસીડેન્શીયલ સ્કુલ કડાણા,મુ.પો.દીવડા કોલોની,રહે.ગામ લીંભોલા,પીપળાવાળુ ફળીયુ, તા.કડાણા, જિ.મહિસાગર નાઓએ સ્વીકારી બન્ને આરોપીઓ સ્થળ ઉપર ઝડપાઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500