Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

જામનગરનાં પરિવારનાં સામૂહિક આપઘાત મામલે બે આરોપીઓને ઝડપી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

  • July 14, 2024 

દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક ધારાગઢ વિસ્તારમાંથી બુધવારે મળી આવેલા જામનગરના દંપતી તેમજ તેમના પુત્ર-પુત્રીના મૃતદેહના સંદર્ભે સામૂહિક આપઘાતના ચકચારી પ્રકરણમાં મૃતક યુવાનના ભાઈ દ્વારા બે શખ્સો સામે પોતાના ભાઈ તેમજ તેમના પરિવારજનોને મરી જવા માટે મજબૂર કરવા સબબની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. બનાવ અંગે દેવભૂમિ દ્વારકા ના એસપી દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી હતી. અને તે ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ જામનગરના બંને આરોપીઓને દબોચી લેવાયા હતા.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લાલપુર તાલુકાના મોડપર ગામના મૂળ રહીશ અને હાલ જામનગરમાં માધવબાગ-1 ખાતે રહેતા અશોકભાઈ જેઠાભાઈ ધુંવા (ઉ.વ.42), લીલુબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ.42), જીજ્ઞોશ અશોકભાઈ ધુંવા (ઉ.વ.20) અને કિંજલબેન અશોકભાઈ ધુંવા (ઉ.વ.18)એ બુધવારે ધારાગઢ વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે ઝેરી દવા ગટગટાવીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. આ ચકચારી સામૂહિક આત્મહત્યાના પ્રકરણમાં પોલીસ દ્વારા સ્થળ નિરીક્ષણ તેમજ તપાસ દરમિયાન મૃતદેહ નજીકથી ઝેરી દવાનું ડબલું, પ્લાસ્ટિકના ગ્લાસ, થમ્સ અપની બોટલ વિગેરે મળી આવ્યા હતા.


વધુ તપાસમાં આ સ્થળેથી પ્લાસ્ટિકના ઝબલામાંથી ત્રણ મોબાઈલ ફોન ઉપરાંત હાથે લખેલી ચીઠ્ઠી, મૃતકના પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ વિગેરે પણ સાંપડયા હતા. આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ તેમજ મોબાઈલ ફોનની ચકાસણી અને ચિઠ્ઠીના આધારે મૃતક અશોકભાઈ ધુવાના નાનાભાઈ  લાલપુર તાલુકાના મોડપર ગામના વતની અને હાલ જામનગરના કનસુમરા ખાતે રહેતા વિનુભાઈ જેઠાભાઈ ધુવા એ વિશાલ જાડેજા દરબાર (વી.એમ. મેટલ વારા) અને વિશાલ પ્રાગડા સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News