Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : ટ્રેનમાં મુસાફરી કરતી મહીલાનાં રોકડ રૂપિયાની ચોરી થતાં પોલીસ ફરિયાદ કરી

  • June 06, 2024 

થાણે વિસ્તારમાં આવેલા સેક્ટર 1માં આવેલા 404 હર્ષ વિહારના રૂમ નંબર G/28 રિલાયન્સ ઓફિસ પાસે, મીરા રોડ ભાયંદર ખાતે રહેતા સુનિતાદેવી બલવાન દીક્ષિત નામની ગૃહિણી ગત તારીખ 14/05/24ના રોજ કોટા રાજસ્થાન રેલવે સ્ટેશનેથી મુંબઈ આવવા માટે ટ્રેન નંબર 12954 રાજધાની એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર B/04ના સીટ નંબર 12 ઉપર બેસીને મુંબઈ જવા માટે નીકળ્યા હતા. બીજા દિવસે સવારે ટ્રેન 7 વાગ્યે વલસાડ રેલવે સ્ટેશને પહોંચી હતી. જે દરમિયાન ઊંઘમાંથી જાગી ગયેલા સુનિતાદેવીએ તેમના માથાના નીચે રાખેલા અને રૂપિયા 1 લાખની રોકડ રકમ ભરેલું પર્સ ગાયબ હતુ. તેથી તેણીએ તેની શોધખોળ કરી હતી. પરંતુ પર્સ મળી આવ્યું ન હતુ. જે બાબતે સુનિતાદેવીએ વલસાડ રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application