ED ડિરેક્ટરની ઓળખ આપી સુરતમાં રૂપિયા 2.17 કરોડની ઠગાઈ કરનાર ભેજાબાજની અમદાવાદ સેટેલાઇટ પોલીસે ધરપકડ કરી હોય ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટનાં આધારે તેનો કબ્જો મેળવી રૂપિયા 6.50 લાખની ઠગાઈનાં ગુનામાં ધરપકડ કર્યા બાદ બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પોતાની ઓળખ ED ડિરેક્ટર તરીકે આપી લોકોને છેતરતા ઉત્તરાખંડના ભેજાબાજ ઓમવીરસીંગ વિજયપ્રકાશસિંગ વિરુદ્ધ અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં રૂપિયા 1.50 કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાયા બાદ સુરતમાં પણ ફરિયાદ નોંધાઈ હતી.
જયારે ભેજાબાજે ન્યુ સીટીલાઇટ રોડના વેપારી પાસેથી વાઈન શોપની પરવાનગી અપાવવાના બહાને રૂપિયા 6.50 લાખ પડાવ્યા હતા. ભોગ બનેલા વેપારીને હાલમાં તેની કરતૂતની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેના વિરુદ્ધ ક્રાઈમ બ્રાન્ચમાં કેપી ગ્રુપ સાથે રૂપિયા 2.10 કરોડની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ હતી. સેટેલાઇટ પોલીસે ભેજાબાજ ઓમવીરસીંગ વિજયપ્રકાશસિંગ (રહે.સી/503, રૂષભ ટાવર, જશ કન્ટ્રી, જવાલપુર, હરીદ્રાર, ઉત્તરાખંડ. તથા સી/605, રધુનાથ રેસીડેન્સી, બહાદરાબાદ, હરીદ્રાર, ઉત્તરાખંડ) નાંની ધરપકડ કરી હોય ક્રાઈમ બ્રાન્ચે તેની ટ્રાન્સફર વોરંટના આધારે કબ્જો મેળવી રૂપિયા 6.50 લાખની ઠગાઈનાં ગુનામાં ધરપકડ કર્યા બાદ બે દિવસનાં રિમાન્ડ મેળવ્યા હતા. ઘટના અંગે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં બે ગુના નોંધાયા હોય તેની બીજા ગુનામાં ધરપકડ કરાશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500