Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વેસુની એલપી સવાણી એકેડમી સ્કુલના વાલીઓએ કલેકટર કચેરી ખાતે મોરચો માંડ્યો

  • September 03, 2020 

વેસુ ખાતે આવેલી એલ.પી. સવાણી એકેડમી સ્કુલના વાલીઓએ કલેકટર કચેરી ખાતે મોરચો માંડ્યો હતો. વાલીઓએ નો સ્કુલ , નો ફીસ ના બેનર હેઠળ વિરોધ નોધાવી ડી.ઇ.ઓ.ને આવેદનપત્ર આપી સ્કુલ સંચાલકની મનમાની સામે રજુઆત કરી છે. ઓનલાઇન કલાસ બંધ કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોવાના આક્ષેપ સાથે ઓનલાઇન કલાસ ચાલુ કરવાની માંગ કરી છે.

 

વેસુ ખાતે એલ.પી.સવાણી એકેડમી સ્કુલ આવેલી છે. હાલ કોરોના વાયરસના કારણે વાલીઓની આર્થિક પરિસ્થીતી ખુબ જ કફોડી બની છે. જેના કારણે વાલીઓ ફી ભરવામાં અસમર્થ નિવડી રહ્ના છે. તેમ છતાં એલપી સવાણી સ્કુલના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફી વસુલવા દબાણ કરી રહ્ના છે. વાલીઓએ ફી ન ભરતા અચાનક જ ઓનલાઇન શિક્ષણ બંધ થઇ જતાં વિદ્યાર્થીઓના ભણતર પર અસર પહોચી છે. હાઇકોર્ટે આપેલા ઓર્ડર મુજબ માત્ર ટયુશન ફી સિવાય બીજી કોઇ ફી સંચાલકોએ લેવી નહીં તેમ છતાં સ્કુલના સંચાલકોએ હાઇકોર્ટનો ઓર્ડર ઘોળીને પી ગયા છે.

 

વાલીઓ પાસે સંપુર્ણ ફી વસુલવા દબાણ કરી બાળકોના એલસી આપવાની ધમકી પણ આપી રહ્ના છે. જેને લઇને વાલીઓએ બુધવારે કલેકટર કચેરી ખાતે મોરચો માંડી નો સ્કુલ , નો ફીસ ના બેનર સાથે વિરોધ નોધાવ્યો છે. ત્યારબાદ ડીઇઓ અને કલેકટરને આવેદનપત્ર આપી વાલીઓએ જણાવ્યુ હતુ કે હાઇકોર્ટના ઓર્ડરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્ના છે. ફી માટે એલપી સવાણી એકેડમીએ બાળકોનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દીધુ છે. જેથી બાળકોનું ઓનલાઇન શિક્ષણ તાત્કાલિક ચાલુ થાય તેવી માંગ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application