વાલોડ તાલુકા પંચાયત કચેરીને કોંગ્રેસ દ્વારા તાળા મારવામાં આવ્યા હતા. અને સાથે તેમજ વિપક્ષના ૧૭ જેટલા લોક કલ્યાણકારી પ્રશ્નો અને છેલ્લા બે વર્ષથી વિપક્ષના કામો લેવામાં ન આવતા ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં વિધાન સભાની ચુંટણીના ડંકા જોર શોરથી વાગવા લાગ્યા છે અને ત્યારે દરેક રાજકીય પક્ષ પોત પોતાના અંદાજમાં અનેક મુદાઓ ઉપર દેખાવ પણ કરી રહ્યા છે અને ત્યારે એક તરફ વિકાસના મુદાઓ સાથે ભાજપ આગળ વધી રહ્યું છે અને ત્યારે વિકાસની બાબતમાં જાણે ભેદભાવ થયા હોવાના મુદા સાથે જીલ્લા કોંગ્રેસ પણ પગલા ભરી રહ્યું છે.
ત્યારે તાપી જિલ્લના વાલોડ તાલુકાની પંચાયત ખાતે ગતરોજ કોંગ્રેસ દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો,વિરોધ સાથે વિપક્ષના ૧૭ જેટલા લોક કલ્યાણકારી પ્રશ્નો અને છેલ્લા બે વર્ષ થી વિપક્ષના કામો લેવામાં ન આવતા તાલુકા કચેરીને તાળા મારી વિપક્ષના અંદાજીત ૧૭ જેટલા કાર્યકર્તા સહીત પૂર્વ કેંન્દ્રિય મંત્રી ડૉ.તુષાર ચૌધરી સહિતના કોંગી આગેવાનોએ ધારણા પ્રદર્શન કરી ટીડીઓ હર્દિપસિંહ ધરીયાને બહાર બોલાવી ધારદાર રજુઆત કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500