હાલમાં ગુજરાત એપેડેમીક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન-૨૦૨૦ હાલ અમલમાં હોય નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે લેવાના થતા નિવારક પગલાઓ બાબતે જિલ્લા કક્ષાએ પુરતી તકેદારી રાખી જરૂરી તમામ કાર્યવાહીઓ તાકીદના ધોરણે હાથ ધરવામાં આવી રહેલ છે.
જનસેવાકેન્દ્રોની કામગીરી તા.૧૨-૦૪-૨૦૨૧ (સોમવાર)થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્ય હીતને ધ્યાને લઈ બંધ રહેશે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં COVID-19 ના વધી રહેલ સંક્રમણને નિયંત્રણ કરવા તકેદારીના ભાગરૂપે COVID-19 વાઈરસનું સંક્રમણ અટકાવવા લોકોની ભીડ એકત્રીત ન થાય તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે ભરૂચ શહેર તથા જિલ્લાની તમામ મામલતદાર કચેરીઓમાં આવેલ જનસેવાકેન્દ્રોની કામગીરી તા.૧૨-૦૪-૨૦૨૧ (સોમવાર)થી અન્ય હુકમ ન થાય ત્યાં સુધી જાહેર આરોગ્ય હીતને ધ્યાને લઈ બંધ કરવામાં આવે છે. જનસેવા સંબંધિત કામગીરી માટે આવશ્યક સંજોગોમાં સંબંધિત મામતલદારશ્રીનો સંપર્ક કરવાનો રહેશે.
આ ઉપરાંત કલેક્ટર કચેરી ખાતે તથા તાબા હેઠળની પ્રાંત કચેરીઓ અને મામલતદાર કચેરીઓ ખાતે અતિ આવશ્યક સંજોગો સિવાય અરજદારની મુલાકાત પર પ્રતિબંધ મુકવામાં આવે છે એમ કલેક્ટર ભરૂચ ધ્વારા જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500