Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત હાઇકોર્ટ ખાતે કાર્યકારી ચીફજસ્ટિસશ્રી એ.જે.દેસાઇની અધ્યક્ષતામાં પાંચ નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓનો શપથગ્રહણ સમારોહ યોજાયો

  • March 18, 2023 

ગુજરાતની વડી અદાલત ખાતે નવનિયુક્ત પાંચ જજીસનો શપથગ્રહણ સમારોહ યોજાયો. કાર્યકારી ચીફ જસ્ટિસ શ્રી એ. જે. દેસાઇ એ નવનિયુક્ત તમામ ન્યાયાધીશશ્રીઓને શપથ લેવડાવ્યા હતા. પાંચ નવનિયુક્ત ન્યાયાધીશ શ્રી સુસાન વેલેન્ટાઈન પિન્ટો, શ્રી હસમુખ સુથાર, શ્રી જિતેન્દ્ર દોશી, શ્રી મંગેશ મેંગડે, અને શ્રી દિવ્યેશ જોશીએ શપથ ગ્રહણ કર્યા હતા આજના શાપથગ્રહણ સમારોહમાં રાજ્યના કાયદા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદી તથા હાઇકોર્ટના જજીસ, વરિષ્ઠ વકીલો, નવનિયુક્ત ન્યાયાધીશશ્રીઓના પરિજનો ઉપસ્થિત રહ્યાં હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application