દેશની આર્થિક રાજધાની મુંબઈ સ્થિત ભારતીય રિઝર્વ બેંક (RBI) ઓફિસને ઈ-મેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ઈ-મેલ કરનાર વ્યક્તિની વડોદરાથી ધરપકડ કરી લીધી છે. તેની સાથે પોલીસે અન્ય બે લોકોની પણ ધરપકડ કરી છે. પોલીસ જણાવ્યું છે કે, આ ઈ-મેલ કરનારો આરોપી નશામાં ન હતો. પરંતુ તેણે કયા કારણસર એ ઈ-મેલ કર્યો તેની અમે તપાસ કરી રહ્મા છીએ. મુંબઈ સ્થિત RBI ઓફિસને ઈ-મેલ કરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતા ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ ઈ-મેલમાં આરોપીએ RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરી હતી. આ ઉપરાંત તેણે HDFC અને ICICI બેંક સહિત 11 સ્થળને બોમ્બ વિસ્ફોટ કરીને ઉડાવી દેવાની ધમકી આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application