Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિવાળી પૂર્વે તાપી જિલ્લાનાં બજારોમાં ખરીદી માટે ભીડ દેખાઈ

  • October 23, 2022 

મનિષા સુર્યવંશી/વ્યારા : દિવાળી એ હિંદુઓનો ધાર્મિક અને સૌથી મહત્વપૂર્ણ તહેવારોમાનો એક તહેવાર છે. આ તહેવાર સામાન્ય રીતે ભારતનાં કેટલાક પ્રદેશોમાં પાંચ કે છ દિવસ ચાલે છે જોકે આ વર્ષની વાત કરીએ તો આગામી તારીખ 24નાં એટલે કે સોમવારનાં રોજ દિવાળી છે ત્યારે અત્યાર સુધી તાપી જિલ્લાનાં વ્યારા-સોનગઢ સહિતનાં તાલુકાનાં મુખ્ય બજારમાં દિવાળી પૂર્વેની ખરીદી માટેનો માહોલ શુષ્ક હતો અને તેને લઈને વેપારીઓમાં ચિંતા વ્યાપી હતી. પરંતુ આજે સવારથી વ્યારા-સોનગઢ સહિતનાં બજારોનાં વિસ્તારોમાં રંગોળીનાં કલર, ગૃહ સુશોભનની વસ્તુઓ, મુખવાસ તોરણ જેવી વસ્તુઓ તેમજ ફટાકડાનાં સ્ટોલ પણ લોકો જોવા મળી રહ્યા છે.




જેથી લોકો ખરીદી માટે નીકળતા વેપારીઓએ થોડી રાહત અનુભવી છે જોકે હજુ રવિવાર સુધી ભીડ રહે એવું અનુમાન છે વેપારીઓનાં જણાવ્યા મુજબ, દિવાળીનાં એક સપ્તાહ અગાઉ લોકો ખરીદી માટે આવતા હોય છે. પરંતુ આ વર્ષે માત્ર ત્રણ-ચાર દિવસ જ બાકી છે તો આટલા દિવસોમાં શું ધંધો થઈ શકે એવા સવાલો વેપારીઓ ઉઠાવી રહ્યા છે આખરે બે દિવસ જ દિવાળીની ખરીદી જોવા મળે તેવી શક્યતાઓ છે વેપારીઓને દર વર્ષ કરતાં આ વર્ષે ઓછા ધંધા હોય તેવો માહોલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application