Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેતરની સાચવણી કરનારે દારૂની ભઠ્ઠી ઉભી કરી દીધી

  • December 15, 2022 

ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં દારૂનું દુષણ વધી ગયું હોવાના અનેકવાર આક્ષેપ થયા છે પરંતુ આ વિસ્તારના કેટલાય ગામોમાં અવાવારૂ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની બુમો ઉઠી હતી અને દેશી દારૂના દૂષણથી લોકો પરેશાન હોવાના કારણે એક દારૂની ભઠ્ઠીનો વિડીયો મીડિયા સુધી પહોંચતા મીડિયા સ્થળ નિરીક્ષણ કરી પોલીસને જાણ કરતા પોલીસે દારૂની ભઠ્ઠીનો નાશ કર્યો હતો.




ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના ગામોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાની અનેકવાર બૂમો ઊઠી છે અને આ વિસ્તારના કેટલાય ગામોમાં નદી કાંઠે તથા અવાવરૂ જગ્યાએ દારૂની ભઠ્ઠીઓ પણ ચાલતી હોય તેવા આક્ષેપ થયા હતા દારૂની ભઠ્ઠીમાં મોટા પાયે દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હોય અને વહેલી સવારે દારૂ સપ્લાય થતો હોવાની ફરિયાદોના પગલે એક ખેત મજૂરે દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો વિડીયો બનાવી મીડિયાના શરણે પહોંચાડ્યો હતો સ્થળ ઉપર નિરીક્ષણ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનું સામે આવ્યું હતું જેના પગલે મીડિયાએ પણ સ્થળ ઉપર કવરેજ આપી દારૂનું દુષણથી ગ્રામજનોને મુક્તિ મળે તે માટે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.




શુકલતીર્થ અને કડોદ ગામ રોડ પર ખેતીની જગ્યા ઉપર ખેતરની રખેવાળી કરનાર એક ઝૂંપડું બનાવી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાનું વિસ્ફોટ થયો હતો અને પોલીસને દારૂની ભટ્ટી ચાલતી હોવાની જાણ કરવામાં આવતા પોલીસે સ્થળ પર દોડી આવી દારૂની ભઠ્ઠી ની સામગ્રીઓનો નાશ કર્યો હતો અને સ્થળ ઉપરથી દારૂનો વોશ પણ કબજે કર્યો હતો સાથે જ અત્યંત પ્રદૂષિત પાણીમાંથી દેશી દારૂનું ઉત્પાદન થતું હોવાનું ચોકાવનારો વિસ્ફોટ થયો છે એટલું જ નહીં દેશી દારૂની ભઠ્ઠીઓ રાત દિવસ ચાલતી હોય અને મોટા પાય દેશી દારૂનું ઉત્પાદન કરવામાં આવતું હોય તેવું સામે આવતા પોલીસે પણ બુટલેગરની સામે કાર્યવાહી આરંભી છે.



પૂર્વપટ્ટી વિસ્તારના કેટલાય ગામોમાં નર્મદા નદી ના પટ સહિત અવાવરું જગ્યાએ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે સ્થાનિક પોલીસએ પણ દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હોય તો કાર્યવાહી કરવાની જરૂર છે પૂર્વપતિ વિસ્તારમાં દેશી દારૂનું સૌથી વધુ વેચાણ થતું હોવાનું પણ ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે પરંતુ દારૂના દૂષણ અંગેની જાણ જો પોલીસને કરવામાં આવે તો બુટલેગરો પણ ગ્રામજનો ઉપર હુમલો કરે તેવો ભય હોવાના કારણે પણ ગ્રામજનો પણ સહન કરતા હોવાની માહિતી સાપડી રહી છે અને આજે મીડિયા ને વિડીયો આપવાની સાથે જ એક દારૂની ભઠ્ઠીનો પડદાફાસ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application