(૧૭૩-ડાંગ (S.T.) વિધાનસભા મત વિસ્તારના મતદારોમા આંગણે આવેલા અવસર નો આનંદ વર્તાઈ રહ્યો છે.મતદાર જાગૃતિ અભિયાનના ભાગરૂપે ઠેર ઠેર શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કરાઈ રહ્યા છે. જેના ભાગરૂપે લોકશાહીના જતન અને સંવર્ધનના આંગણે આવેલા અવસર ને વધાવતા ગામે ગામ વિદ્યાર્થીઓ અને શાળા પરિવારો રંગોળીના માધ્યમથી લોકજાગૃતિ જગાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુબિર તાલુકાના શિંગાણા ગામે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ જાહેર માર્ગો ઉપર લોકશાહીના મહાપર્વની ઉજવણીનો સંદેશ આપતા સૂત્રો લખવા સાથે, ઠેર ઠેર રંગોળી દોરી છે. તો મહાલ અને પીપલદહાડની સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ રંગોળીના માધ્યમથી મતદાર જાગૃતિનો સંદેશ ગુંજતો કર્યો છે.સાથોસાથ વઘઇ તાલુકાના સાકરપાતળ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્થાનિક ડાંગી બોલીમા રોડ ઉપર સૂત્રો લખી લોકજાગૃતિ જગાવી છે.આ અભિયાનમા જિલ્લાના પીપલપાડા, ભેંસકાતરી જેવા ગામોની શાળાઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application