Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વરસાદનું જોર ઘટ્યું : રાજ્યના કુલ પાંચ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસાદ,૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ

  • July 27, 2022 

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં સરેરાશ ૬૯ ટકા વરસાદ વરસ્યો છે. સાબરકાંઠા જીલ્લાના ઇડર તાલુકામાં ૯૬ મિ.મી., સરસ્વતીમાં ૮૩ મિ.મી., ભિલોડામાં ૮૦ મિ.મી., ઉમરપાડામાં ૭૨ મિ.મી. અને સતલાસણામાં ૬૪ મિ.મી., મળી કુલ રાજ્યના કુલ પાંચ તાલુકાઓમાં ૩ ઈંચથી વધુ વરસ્યો હોવાના અહેવાલ છે.



રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૫ જુલાઇ ૨૦૨૨ના રોજ સવારે ૬.૦૦ કલાક પુરા થતાં ૨૪ કલાક દરમિયાન પાટણ તાલુકામાં ૬૦ મિ.મી., કોન્ટમાં ૫૯ મિ.મી., વાગરામાં ૫૭ મિ.મી., સિદ્ધપુરમાં ૫૬ મિ.મી., ખંભાતમાં ૫૪ મિ.મી., અને પ્રાંતિજમાં ૫૦ મિ.મી., મળી રાજ્યના ૬ તાલુકાઓમાં બે ઇંચ કરતા વધુ વરસાદ અને રાજ્યના બીજા ૨૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૬૯ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૧૭.૧૬ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૮૧.૯૨ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૬૧. ૩૨ ટકા, પૂર્વ ગુજરાતમાં ૬૦. ૩૮ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૫.૭૭ ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News