પશ્ચિમ એશિયામાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈનમાં ગાઝાપટ્ટીમાં સક્રિય આતંકી સંગઠન હમાસ વચ્ચે શરૂ થયેલી અથડામણ અને યુદ્ધની અસર હવે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. આ યુદ્ધની શરૂઆત બાદ આજે પહેલીવાર ભારતીય શેરબજાર ઓપન થયું હતું અને તેની સાથે જ શરૂઆતમાં કડાકો બોલાઈ ગયો. સેન્સેક્સ 470 પોઈન્ટના કડાક સાથે ઓપન થયો હતો. જયારે સવારે 9:20 વાગ્યાની આજુબાજુમાં સેન્સેક્સમાં 500 પોઈન્ટનો કડાકો થઈ ગયો હતો અને તે ગગડીને 65,500 પોઈન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જોકે Nifty પણ 170 પોઈન્ટ ગગડીને 19,485 પોઈન્ટથી પણ નીચે આવી ગઇ હતી. પ્રી-ઓપન સેશનમાં બજારમાં ભારે ઘટાડાના સંકેત મળી રહ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 600 પોઈન્ટ ગગડી ચૂક્યું હતું. જોકે નિફ્ટી પણ 1 ટકાના નુકસાનમાં હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application