Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આરોગ્ય વિભાગે ભેળસેળયુક્ત પનીરનો જથ્થો સીઝ કર્યો

  • May 03, 2023 

રાજકોટમાં ભેળસેળયુક્ત પનીરનો 1600 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વિવિધ જગ્યા પર દરોડા કર્યા હતા. જેમાં,ભાવનગરનાં મહુવા તાલુકાના મેસવાડ ગામની રામકૃષ્ણ ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો આવી રહ્યો છે. જેના આધારે સવારે 9 વાગ્યાથી વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં 11 વાગ્યા આસપાસ પનીરનો જથ્થો ભરેલ બોલેરો પીકઅપ વાન આવતા જ તેને અટકાવી અંદાજે 1600 કિલો જેની રૂપિયા 3 લાખ કબજે કરવામાં આવ્યો હતો.


આ જથ્થાના નમુના લેબોરેટરીમાં મોકલી તમામ જથ્થાનો નાકરાવાડી ડંપિંગ સ્ટેશન ખાતે નાશ કરવામાં આવશે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પનીર માત્ર 190 રૂપિયાનું કિલો વેચાતું હતું. જેમાં પામ ઓઇલ એડ કરી આ પનીર બનાવવામાં આવતું હતું. તેમાં ફેટ સ્પ્રેડ એડ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું છે.સૌરાષ્ટ્રનાં અનેક ગામડાઓમાં આ પનીરનું વેચાણ કરવામાં આવે તેના પહેલા જ આરોગ્ય વિભાગે જથ્થો ઝડપી પાડ્યો છે. આ પ્રકારનું પનીર આરોગવાથી સ્વાસ્થ્યને ખૂબ જ મોટું નુકસાન થવાની અને પેટનાં રોગો થવાની સંભાવના હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. હાલ આરોગ્ય વિભાગે ભેળસેળયુક્ત પનીરનો જથ્થો સીઝ કરીને તેના નમૂના લેબોલેટરીમાં મોકલ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application