Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રીક્ષામાં પેસેન્જરને બેસાડી તેની નજર ચુકવી ચોરી કરતી ગેંગનો મુખ્યા ઝડપાયો

  • January 28, 2023 

રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચુકવી મોબાઈલ, પૈસા તથા સામાનની ચોરી કરતી ટોળકીનો સાગરિત ઝડપાયો,


સુરત શહેરની અંદર રીક્ષામાં પેસેન્જરના સ્વાંગમાં બેસી સાથેના પેસેન્જરની નજર ચુકવી તેમના મોબાઈલ,પૈસા તથા સામાન ચોરી કરતી ટોળકીને શોધી કાઢવા માટે મળેલી સુચના મુજબ કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલ બાતમી આધારે આરોપી હસન ગરર્દુલ્લો હનીફ શેખ ને ઝડપી પાડવામાં સફળતા હાથ લાગી હતી.




જ્યાં આરોપીની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, તે પૈસાની લાલચમાં આજથી આઠેક દિવસ પહેલા તેના મિત્રો તોકીર શેખ તથા યુસુફ શેખ સાથે એક પેસેન્જર રીક્ષા લઈ ફરતા હતા તે દરમ્યાન સુરતની મોતી ટોકીઝ તરફથીસુરત સ્ટેશન તરફ જતાં એક પેસેન્જરને રીક્ષામાં વચ્ચે બેસાડી અને બાદમાં તેની સાથે ખોટી રીતે ઝઘડો કરી તેની નજર ચુકવી તેની પાસેના રોકડ રૂપીયા ૫૦,૦૦૦/-ની ચોરી કરી બાદમાં પેસેન્જરને ઉતારી તમામ આરોપીઓ રીક્ષામાં ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application