Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે મહત્વનાં ફેરફાર કર્યા : વર્ગ-3ની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરાઈ

  • May 19, 2023 

રાજ્યમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે સરકારે મહત્વનાં ફેરફાર કર્યા છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે મોટા ફેરફાર કર્યા છે. રાજ્ય સરકારે વર્ગ 3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ માટે રાજ્યનાં સરકારના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ છે. આ જાહેરનામાં બાદ કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે નવા નિયમો લાગુ કરવામાં આવશે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે.






જેમા હવે વર્ગ-3ની ભરતી માટે દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. આ નવા નિયમો મુજબ ભરતીની પરીક્ષા પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં લેવાશે. હવે પછી વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહી. મુખ્ય પરીક્ષાનાં આધારે જ મેરીટ લીસ્ટ બનશે. આ સાથે પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે.






આ નવા નિયમ બાદ હવે ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે. હવેથી ઉમેદવાર ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત દર વર્ષે વિભાગોએ પોતાની ખાલી જગ્યાઓ અંગે સેક્રેટરીને જાણ કરવાની રહેશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પહેલાં વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ પરીક્ષા લેવામાં આવતી અને પરીક્ષાનું પરીણામ જાહેર થતા જ સીધી ભરતી કરીને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારી નોકરીની ભરતીઓ માટેની પરીક્ષાઓમાં વારંવાર થતાં પેપરલીક કાંડ અને ગેરરીતિઓને અટકાવવા સરકારે આ નિર્ણય કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application