Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાળકી રેલીંગમાંથી સરકી જતા ત્રીજે માળેથી નીચે પટકાઈ

  • October 18, 2022 

રાજકોટનાં શાપર નજીક આવેલા પડવલા ગામે કંપનીના મકાનમાં ત્રીજા માળે રહેતા પરપ્રાંતીય પરિવારની અઢી વર્ષની માસૂમ બાળકી રેલીંમ રમતી હતી ત્યારે રેલીંમાંથી સરકી જતાં ત્રીજા માળેથી પટકાઈ હતી અને તેનું કરુણ મોત નિપજ્યું હોવાનુ સામે આવ્યું છે.




આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપર નજીક આવેલા પડવલા ગામમાં રહેતા અને ભાવેશ ટેકનો ફોજીંગમાં કામ કરતા નારણભાઈ માંડલની અઢી વર્ષની માસૂમ બાળકી સરસ્વતી ત્રીજા માળે રમતી હતી. તે દરમિયાન તે રેલિંગની વચ્ચેની જગ્યાએથી સરકી જતા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. લોહી લુહાણ હાલતમાં બાળકીને તુરંત સારવાર માટે ગોંડલ હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ જ્યાં સારવાર કારગત ન નિવડતા તેણીનું મોત નિપજ્યું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application