બારડોલીમાં રાઈટ ટુ ઈન્ફોર્મેશન એક્ટ હેઠળ અરજીઓ કરી જુદા જુદા બિલ્ડરોને હેરાન કરી ખંડણી માંગતી ત્રિપુટી પૈકીનો ભાગેડુ આરોપી અને મુખ્ય સત્રધાર અંસાર નૂરમહોમદ ખટીક (રહે.બાબેન, કાલી બસ્તીની, બારડોલી)નાંની પોલીસે ધરપકડ કરી હતી. જોકે ગત મહિના દરમિયાન બારડોલી પોલીસ મથકમાં અંસર ખટીક, ઈબ્રાહિમ દાઉદ મેમણ અને તેના પુત્ર મોહસીન મેમણ મળી ૩ જણાની ત્રિપુટી વિરુદ્ધ ખંડણી માંગવાના ચાર ગુનાઓ નોંધાયા હતા.
આ ત્રિપુટી બારડોલીમાં ચાલતા વિવિધ બાંધકામો સંદર્ભે આર.ટી.આઈ. કરી બિલ્ડરોને અવનવી તરકીઓ સાથે ખોટી નોટિસો મોકલાવી સમાધાન પેટે લાખોની રકમની ખંડણી માંગતા હતા. માનસિક ત્રાસથી બિલ્ડરોએ થોડી રકમ ચૂકવી પણ હતી. આમ છતાં વધુ રકમની માંગણીઓ કરતા આવેલા ત્રણે ખંડણીખોરો વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમા ગંભીર ગુનાઓ નોંધાયા હતા. ગુનાઓ નોંધાતા જ ત્રણે ફરાર થઈ ગયા હતા. તેઓએ કરેલી આગોતરા જામીનની અરજીની સુનાવણી કરતા ઈબ્રાહીમ અને મોહસીનને બધા જ ગુનાઓમાં ગુનાઓમાં આગોતરા 35 જામીન મળી ગયા હતા.
જ્યારે અંસાર ખટીકને પ્રથમ બે ગુના અને ત્યારબાદ વધુ એક ગુનાના આગોતરા મળતા તેને મળેલા આગોતરા જામીનની કાર્યવાહી માટે બારડોલી પોલીસ મથકે આવ્યો હતો. તેની ઉપર દાખલ થયેલા ચોથા ગુનાની કાર્યવાહી બાકી હતી. અને જાણવા મળતી માહિતી મુજબ તેણે ચોથા ગુના માટે પણ આગોતરા જામીન અરજી કરી હતી. બારડોલી પોલીસ મથકે આવેલો મુખ્ય ખંડણીખોર વિરુદ્ધ બારડોલી પોલીસે નટુ ઉર્ફે ભૂરિયા રાઠોડ દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં એટ્રોસિટી એક્ટની કલમનો ઉમેરો કરી તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500