Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાતી તોફાન ‘બિપોરજોય’ ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું, કેરલમાં વરસાદની શરૂઆત ધીમી થવાની શક્યતા

  • June 08, 2023 

આ વર્ષે અરબી સમુદ્રમાં પ્રથમ ચક્રવાતી તોફાન બિપોરજોય ખૂબ જ તીવ્ર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થયું છે. હવામાન નિષ્ણાંતોએ કેરળમાં ચોમાસાની "ધીમી" શરૂઆત અને તેના દક્ષિણી દ્વીપકલ્પ આગળ "નબળી" પ્રગતિની આગાહી કરી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કહ્યું કે, કેરળમાં આજે અથવા કાલે ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ છે. જોકે ચક્રવાતી તોફાન ચોમાસાની તીવ્રતાને અસર કરી રહ્યું છે અને કેરળ પર તેની શરૂઆત 'ધીમી' થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, તે ઉત્તર તરફ આગળ વધીને ખૂબ જ તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાય તેવી શક્યતા છે.




આ પછી, તે આગામી ત્રણ દિવસમાં ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. જોકે, IMD એ હજુ સુધી ભારત, ઓમાન, ઈરાન અને પાકિસ્તાન સહિત અરબી સમુદ્રની સરહદે આવેલા દેશો પર કોઈ મોટી અસરની આગાહી કરી નથી. હવામાન નિષ્ણાંતો કહે છે કે, ચક્રવાતનો ટેન્ટેટિવ ​​ટ્રેક ઉત્તર દિશામાં હશે, પરંતુ ઘણી વખત તોફાનો અનુમાનિત ટ્રેક અને તીવ્રતાને ખોટી સાબિત કરે છે. આ વાવાઝોડું માત્ર 48 કલાકમાં ચક્રવાતથી ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે, જે અગાઉનું આકલન ખોટું સાબિત કરી શકે છે. વાતાવરણની સ્થિતિ સૂચવે છે કે ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન તારીખ 12 જૂન સુધી ચાલુ રહેવાની શક્યતા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application