રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' કોપીરાઈટના વિવાદમાં ફસાઈ છે. આ ફિલ્મમાં 'સ્ત્રી ટૂ'નાં ભૂતનાં પાત્રને કોઈ મંજૂરી વિના દેખાડાયું હતું. ભારે વિવાદ બાદ 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'ના સર્જક રાજ શાંડિલ્યએ 'સ્ત્રી ટૂ'ના નિર્માતાઓની જાહેર માફી માગી છે અને ફિલ્મમાંથી આ પાત્રને દૂર કરવાની ખાતરી આપી છે. રાજ શાંડિલ્યએ એક લાંબી સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે 'વિકી વિદ્યા કા વો વાલા વીડિયો'ને મેડોક ફિલ્મ્સની 'સ્ત્રી ટૂ' કે તેનાં સમગ્ર યુનિવર્સ સાથે કોઈ લેવાદેવા નથી.'સ્ત્રી ટૂ'ના સંવાદનો તથા તેનાં એક પાત્રનો ગેરકાયદેસર રીતે અને કોઈ પ્રકારની પૂર્વમંજૂરી વિના ઉપયોગ કરવા બદલ હું અને ટી સીરિઝ ફિલ્મ્સ બંને મેડોક ફિલ્મ્સની જાહેર માફી માંગીએ છીએ. અમે આ કોપીરાઈટનું ઉલ્લંઘન કર્યું તેથી મેડોક ફિલ્મ્સને જે કોઈ પણ નુકસાન ભોગવવું પડયું હોય તે બદલ અમને ભારે ખેદ છે. તા.૧૫મી ઓક્ટોબર સુધીમાં આ ગેરકાયદેસર ઉલ્લેખને દૂર કરી દેવામાં આવશે અને ભવિષ્યમાં આ રીતે કોપીરાઈટનું ઉલ્લંઘન નહીં થાય તેની અમે ખાતરી આપીએ છીએ. ઉલ્લેખનીય છે કે 'સ્ત્રી ટૂ' અને વિકી વિદ્યા કા વો વાલા વીડિયો' બંનેમાં રાજ કુમાર રાવની મુખ્ય ભૂમિકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application