Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાત હાઈકોર્ટની IT કમિટી અને રૂલ્સ કમિટીનાં નિર્દેશોથી IT સેલ દ્વારા e-RTI પોર્ટલ લોન્ચ કરાયું

  • June 22, 2023 

ગુજરાત હાઈકોર્ટની IT કમિટી અને રૂલ્સ કમિટીનાં નિર્દેશોથી IT સેલ દ્વારા વધુ એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ કોર્ટ માટે e-RTI પોર્ટલ લોન્ચ કરાયું છે. આ પોર્ટલ પરથી અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે તેમજ અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે. ગુજરાત હાઈકોર્ટનાં એક્ટિંગ ચીફ જસ્ટિસ, IT કમિટી અને રૂલ્સ કમિટીનાં નિર્દેશોથી રાજ્યની તમામ હાઈકોર્ટમાં e-RTI પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યુ છે જેમાં અરજદાર RTIની ઓનલાઈન અરજીઓ, RTIની ફર્સ્ટ અપીલ કરી શકશે અને અરજદાર RTI અરજીનું સ્ટેટસ પણ ઓનલાઈન જાણી શક્શે.



આ ઉપરાંત અરજદારને જવાબ પણ ઈ-મેઈલ અને મેસેજ મારફતે આપવામાં આવશે. આ માટે અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર RTI પોર્ટલ પર પોતાના ઇ-મેઈલ અને મોબાઈલ નંબરથી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ અરજદાર ઓનલાઈન RTI કરી શક્શે. આ માટે અરજદારે ઓનલાઈન અરજી માટે નિયત કરેલો ચાર્ચ ઓનલાઈન ચૂકવવાનો રહેશે. અરજદારે હાઈકોર્ટની વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવુ પડશે જેમા અરજદારે પોતાનું એક આઈડી પ્રુફ તેમજ 1MBની સાઈઝમાં અપલોડ કરવાનું રહેશે.



આ અરજી ફાઈલ થયા બાદ એક રેફરન્સ નંબર મળશે જે અરજદારે સાચવીને રાખવો પડશે. ઓનલાઈન અરજીમાં BPL કાર્ડધારકોએ તેની સર્ટિફાઇડ કે ટ્રુ કોપી અથવા ઓથોરિટીએ આપેલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું રહેશે. અરજી કર્યા બાદ પબ્લિક ઈન્ફોર્મેશન ઓફિસર દ્વારા તેનો જવાબ ઓનલાઈન જ આપશે. આ જવાબના 30 દિવસની અંદર જ અપીલ પણ થઈ શક્શે. જેનો અપીલ નંબર પણ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News