સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી જિલ્લા એલસીબીએ એક લક્ઝુરીયસ કારમાંથી ૩૯ હજાર રૂપિયાનો ઈંગ્લીશદારૂના મુદ્દામાલ કાર કારના ચાલકને ઝડપી દારૂ આપનારને વોન્ટેડ જાહેર કર્યો હતો.
બારડોલીના બ્રીજ નીચે દારૂ સાથે કાર પહોંચાડી કોલ કરવાનું જણાવ્યું હતું જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈ અને બીપીનભાઈ રમેશભાઈને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે આજરોજ સવારે નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન એક લક્ઝુરીયસ ફોકસવેગન કંપની કાર નંબર જીજે/૦૫/સીઆર/૩૪૪૩ ને ઝડપી પાડી તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશદારૂ વિસ્કી અને બીયરની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલો નંગ-૭૩ જેની કિંમત રૂપિયા ૩૯,૨૫૦/- નો પ્રોહી મુદ્દામાલ સાથે કાર ચાલક ક્લપિતભાઈ શિવાભાઈ વસાવા મૂળ રહે, વડદા-ખુર્દ,કાથુડ ફળિયું-ઉચ્છલ નાની અટકાયત કરવામાં આવી હતી. પકડાયેલા કાર ચાલકની પૂછ પરછમાં રણજીતભાઈ રમેશભાઈ વળવી રહે,મૌલીપાડા-ઉચ્છલ નાએ કારમાં દારૂનો મુદ્દામાલ ભરી બાબરઘાટ બસ સ્ટેશન પાસે આપી ગયેલ અને જણાવેલ કે, બારડોલીના બ્રીજ નીચે દારૂ સાથે કાર પહોંચાડી કોલ કરવાનું જણાવ્યું હતું જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
એલસીબીએ આ બનાવમાં ૩૯,૨૫૦/- નો ઈંગ્લીશદારૂ, પકડાયેલા આરોપી પાસેથી મળી આવેલ ૨ હજારનો એક મોબાઈલ ફોન અને ૩ લાખની કાર મળી કુલ રૂપિયા ૩,૪૧,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરી હેડ કોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતજીભાઈની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500