દક્ષિણ ગુજરાત સહિત નવસારી જિલ્લામાં મેઘરાજાનું આગમ થઇ ચુક્યુ છે. આજે પણ સમગ્ર નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી મધ્યમથી ભારે વરસાદની પડવાની શક્યતા છે. જેમાં આજે નવસારી જિલ્લાને રેડ અને ઓરેન્જ ઝોન જાહેર કરવામાં આવેલ છે. જે અન્વયે જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ નવસારી જિલ્લા તંત્રના તમામ વર્ગ ૧ અને ૨ અધિકારીઓને રાઉન્ડ ધ ક્લોક ૨૪*૭ પોતાના વિસ્તારમાં વરસાદને લગતી બાબતો ઉપર દેખરેક રાખવા સુચના આપી છે. ડેમની સપાટી જોઇએ તો, જુજ ડેમ ૧૫૧.૭૦ ફુટ, કાલીયા ડેમ ૯૯.૭૫ ફુટ નોંધાઇ છે.
નદીઓની સપાટી જોઇએ તો, અંબિકા નદી ૧૦.૬૯ ફુટ, પૂર્ણા નદી ૧૦.૦૦ ફુટ અને કાવેરી નદી ૦૮.૦૦ ફુટ સુધીની સપાટી નોંધાઇ છે. આ ઉપરાંત નવસારી શહેરમા છ સ્થળો એ ઝાડ પડી જતા વાહનવ્યનહાર ખોરવાયો હતો. જેને લઇ નવસારી જિલ્લા ફાયર ટીમ દ્વારા એક્શનમાં આવી હતી. ટીમ દ્વારા ગણદેવી રોડ, છાપરા રોડ, વિજલપોર ઉદ્યોગનગર, આશાપુરા મંદિર, તીઘરા જકાત નાકા, સબ જેલ અંદર તથા લૂંસીકુઈ ખાતે પડી ગયેલા ઝાડને તાત્કાલિક ધોરણે ખસેડી દઇ રસ્તાને અવર જવર માટે સાફ કરવામાં આવ્યો હતો. નોંધનિય છે કે ઝાડ પડવાની ઘટનામાં કોઈ જાનહાની કે ઈજા થયેલ નથી. નવસારી જિલ્લો રેડ અને ઓરેન્જ ઝોન જાહર થયેલ હોઇ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ તથા જિલ્લા કલેક્ટરશ્રી આ બાબતે સતર્ક રહી તમામ બબાતો ઉપર દેખરએક રાખી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500