અમેરિકાએ જોર્ડનમાં બેઝ પર થયેલા હુમલાનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. યુ.એસ.એ શુક્રવારે ઈરાક અને સીરિયામાં ઈરાની દળો અને ઈરાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા 85 લક્ષ્યો પર હુમલા કર્યા હતા. ગયા અઠવાડિયે જોર્ડનમાં થયેલા હવાઈ હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકોના મોતના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જ્હોન કિર્બીએ પત્રકારોને જણાવ્યું હતું કે અમેરિકી સૈન્ય દળોએ પ્રદેશમાં અમેરિકી કર્મચારીઓ પર હુમલા સાથે જોડાયેલી સાત ફેસિલિટીને નિશાન બનાવ્યા છે. આ સુવિધાઓમાં કંટ્રોલ ઓપરેશન્સ, ઈન્ટેલિજન્સ સેન્ટર્સ, રોકેટ, મિસાઈલ અને ડ્રોન સ્ટોરેજનો સમાવેશ થાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, અમારો જવાબ આજે શરૂ થયો. આ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને અમે તેનું સ્થળ અને સમય નક્કી કરીશું. રાષ્ટ્રપતિ બાઈડને એક નિવેદનમાં કહ્યું કે, યુએસ મધ્ય પૂર્વ અથવા વિશ્વમાં ક્યાંય પણ સંઘર્ષ ઇચ્છતું નથી. પરંતુ જેઓ અમને નુકસાન પહોંચાડવા માંગે છે તેઓએ જાણવું જોઈએ કે જો તમે કોઈપણ અમેરિકનને નુકસાન પહોંચાડશો તો અમે તેનો જવાબ આપીશું. સીરિયાના સરકારી ટેલિવિઝન અનુસાર, હુમલામાં લોકો માર્યા ગયા અને ઘાયલ થયાના અહેવાલ છે. પરંતુ તેમની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવી નથી.
કિર્બીએ જણાવ્યું હતું કે યુ.એસ.ને ખબર નથી કે કેટલા આતંકવાદીઓ માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે, પરંતુ જણાવ્યું હતું કે નાગરિક જાનહાનિ ટાળવા માટે લક્ષ્યોની પસંદગી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમેરિકન સૈનિકો પર હુમલો કરતા આ લક્ષ્યો અંગે અમારી પાસે મજબૂત પુરાવા છે. લેફ્ટનન્ટ જનરલ ડગ્લાસ એ. સિમ્સ IIએ કહ્યું કે યુએસએ એ જાણીને હુમલો કર્યો કે આ સાઇટ્સનો ઉપયોગ ઈરાન સમર્થિત મિલિશિયા અને ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવે છે.
તેમણે કહ્યું કે ‘અમેરિકાએ હુમલામાં 125થી વધુ હથિયારોનો ઉપયોગ કર્યો છે. તે બધા સચોટ હુમલા કરનારા હતા. ઈરાકી સેનાના પ્રવક્તા યાહ્યા રસુલ અબ્દુલ્લાએ તેની સરહદની અંદર ઈરાન સમર્થિત આતંકવાદીઓ સામેના હવાઈ હુમલાની નિંદા કરી હતી. આ હુમલાને ઈરાકી સાર્વભૌમત્વનું ઉલ્લંઘન ગણાવ્યું છે. આ સાથે ઈરાન અને સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એક અહેવાલ મુજબ શુક્રવારે ઈરાક અને સીરિયા પર હુમલો કરનારા અમેરિકન વિમાનોમાં બી-1 બોમ્બર પણ સામેલ હતા. B-1 બોમ્બર એક વિશાળ લાંબા અંતરનું વિમાન છે, જે દુશ્મનો પર ચોકસાઇ અને બિન-ચોકસાઇવાળા શસ્ત્રો છોડી શકે છે. શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સથી ઉડેલા બોમ્બર્સના જૂથે નોન-સ્ટોપ ફ્લાઇટ ઉડાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500