Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલનો ભાવ ઘટાડાનો જે નિર્ણય કરશે તો ગુજરાતમાં અમલમાં થશે

  • March 31, 2021 

હાલ વેટને કારણે પેટ્રોલ-ડીઝલ અને પી.એન.જી., સી.એન.જી. ગેસમાંથી થતી આવકના ૧૦૦ ટકા ટેક્ષની આવક રાજ્ય સરકારની તિજોરીમાં જમા થાય છે. જે રાજ્યના વિકાસ કામોમાં વાપરવામાં આવે છે એવું જણાવીને નાણાં પ્રધાન નીતિન પટેલે વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતમાં અત્યારે પેટ્રોલ રૂા. ૮૮.૩૦ લીટર છે. જે કોંગ્રેસ શાસીત પડોશી રાજ્ય રાજસ્થાનમાં રૂા. ૯૭.૫૬ અને મહારાષ્ટ્રમાં રૂા. ૯૭.૧૯ છે. અને તેમ છતાં ય કેન્દ્ર સરકાર દેશના નાગરિકોના હિતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે જે નિર્ણય કરશે તેનું પાલન કરવા રાજ્ય સરકારની તૈયારી છે.

 

 

 

 

 

 

વિધાનસભા ખાતે નાણાંવિભાગની અંદાજપત્રીય માંગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યુ હતુ કે, આજે છેલ્લા પચીસ વર્ષથી પ્રજાની આશાઓ અપેક્ષાઓ અમારા ઉપર વધી છે અને પ્રજાનો અમારા પરનો એ ભરોસો પૂરો કરવો એ અમારી નૈતિક ફરજ છે. અમારી કામગીરીથી નાગરિકો સંપૂર્ણ સંતુષ્ટ છે એટલા માટે જ રાજયભરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં અમને સત્તાના સૂત્રો સોપ્યા છે. પટેલે એવુ પણ કહ્યું કે, કોરોનાના કપરાકાળમાં પણ અમે શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપન જાળવી રાખ્યુ છે.

 

 

 

 

 

 

કોવિડ-૧૯ મહામારીએ રાજ્ય તથા કેન્દ્રનાં સંસાધનો પર પ્રતિકુળ અસર થઈ છે. જેને ધ્યાને કેન્દ્ર સરકાર દ્વારા સને ૨૦૨૦-૨૧ માટે રાજ્યોની દેવુ કરવાની મર્યાદામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજવિત્તીય જવાબદારી (સુધારા) વટહુકમ, ૨૦૨૧ થી રાજવિત્તિય ખાધ રાજ્યનાં ઘરગથ્થુ ઉત્પાદનનાં પાંચ સુધી વધારવામાં આવ્યો છે. રાજ્ય નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ (સુધારેલા અંદાજ મુજબ) રૂા. ૨૧૯૫૨ કરોડની મહેસૂલી ખાધ, જયારે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ (અંદાજ) મુજબ રૂા. ૧૨૦૯ કરોડની મહેસૂલી પુરાંત અંદાજી છે. દેશવ્યાપી કોવિડ-૧૯ મહામારી અને તેને સબંધિત પ્રતિબંધો નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ મુજબ મહેસુલી ખાધ માટેનુ મુખ્ય કારણ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application