આણંદ જિલ્લાના આંકલાવનાં ઉમેટા પાસે મહીસાગર નદીમાંથી ભાજપનાં વડોદરા શહેર વૉર્ડ નં.18 નાં વોર્ડ પ્રમુખનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આંકલાવના ઉમેટા પાસે મહીસાગર નદીમાં એક યુવકનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા આંકલાવ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવાનના આધારકાર્ડનાં આધારે તપાસ કરતા મૃતક યુવક વડોદરા વૉર્ડ નં 18 નાં પ્રમુખ પાર્થ પટેલની હોવાની ઓળખ થઈ છે.
આ ઘટનાની જાણ થતાં વડોદરા વૉર્ડ નં 18 નાં હોદ્દેદારો અને કાર્યકરો આંકલાવ ખાતે દોડી ગયા હતા અને પાર્થ પટેલના મૃતદેહની ઓળખ કરી હતી. અને પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આંકલાવના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર મૃતક યુવાનની એક્ટિવા મોપેડ નદી કિનારેથી મળી આવી છે અને મૃતદેહ નદીના પાણીમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક અનુમાન અનુસાર પાર્થ પટેલે ઘરકંકાસથી કંટાળી આત્મહત્યા કરી છે. જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application