મહારાષ્ટનાં પુણે શહેરનાં વિવિધ નિસ્તારોમાં દિવસે રેકી કરી રાત્રે ઘરમાં ઘાડ પાડતી ટોળકીને પુણે પોલીસની ક્રાઈમ બ્રાંચે પકડી જેલ ભેગી કરી છે. આ ટોળકી પાસેતી પોલીસે સવા કિલો સોનાના દાગિના, એક કિલો ચાંદી, ત્રણ પિસ્તોલ, 14 જીવંત કારતુસ અને ચોરીના વાહનો મળી કુલ રૂપિયા 1.22 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ટોળકીએ 173 ઘરોમાં ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. એટક કરાયેલ આરોપીએ રેકોર્ડ પરના ગુનેગારો છે અને તેમની સામે અનેક ગુના નોંધાયા છે. હડપસર વિસ્તારમાં ચોરીનો ફરાર આરોપી ફુરસુંગી ગામની ઝાડીઓમાં છુપાયો હોવાની માહિતી પોલીસને મળી હતી. તેથી છટકું રચી પોલીસે બે આરોપીને પકડતાં તેમની પાસેથી દાંતરડું, મોબાઈલ, કારતુસ વગેરે મળી આવ્યા હતા. તેમની કડકાઈથી પૂછપરછ કરતાં અન્ય આરોપીઓની પણ ભાળ મળી હતી અને કુલ ચોરીનો માલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application