Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગેરરીતિના ગુનામાં તલાટી મંત્રીએ કરેલી આગોતરા જામીનની માંગને કોર્ટે નકારી કાઢી

  • July 18, 2022 

બલેશ્વર ખાતે બાંધકામ અંગે તકરારી સાત વેલ્યુએશન સર્ટીફિકેટ પર સહી કરી નાણાં  ચુકવવા અંગે કરેલી ગેરરીતિના ગુનામાં પલસાણા પોલીસ ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી તલાટી મંત્રીએ કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ એમ. એફ.ખત્રીએ નકારી કાઢી છે.તાલુકા વિકાસ અધિકારી પલસાણાએ તા.4-5-22ના રોજ બલેશ્વર ગામે ખોટી સહીઓ કરી નાણાં ચુકવવામાં ગેરરીતિ કરવા બાબતે બલેશ્વરના તત્કાલીન સરપંચ શહેનાઝબાનુ યુસુફભાઈ માકડા તથા તલાટી મંત્રી અલ્પેશ ધીરજભાઈ દેસાઈ (રે.શિલાલેખ રેસીડેન્સી, નવસારી રોડ, સચીન તા.ચોર્યાસી) વિરુધ્ધ ગુનામાં મદદગારી કરવા બદલ ફોજદારી ફરિયાદ કરવા હુકમ કર્યો હતો. જેથી પલસાણા પોલીસમાં નોંધાયેલી ફરિયાદના કેસમાં પોલીસ ધરપકડથી બચવા આરોપી તલાટી અલ્પેશ દેસાઈએ આગોતરા જામીન માંગ્યા હતા.


સુનાવણી દરમિયાન બચાવપક્ષે  જણાવ્યુ હતું કે,મુખ્યત્વે સ્થળ પર બાંધકામ પુર્ણ કરીને ચુકવણું ચેકથી કરવામાં આવ્યું નથી.આરોપીએ કોઈ આર્થિક લાભ નથી લીધો  કે ખોટા દસ્તાવેજો બનાવ્યા નથી.વહીવટી મંજુરી લઈને  કરેલા કામમાં કોઈ ભ્રષ્ટાચાર કે ઉચાપત કરવામાં આવી નથી.જેના વિરોધમાં એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે જે વેલ્યુએશન સર્ટીફિકેટ ઈસ્યુ કરવામાં આવ્યું છે તે તેની લગતી કચેરી દ્વારા કરવામાં આવ્યું નથી. જે સર્ટીફિકેટના આધારે નાણાંકીય ચુકવણી કરવામાં આવી હોઈ પ્રથમ દર્શનીય ગુનો બનતો હોઈ આરોપીની કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી છે. કોર્ટે આરોપી તલાટીની આગોતરા જામીનની માંગ નકારી જણાવ્યું હતું કે પુરા થયેલા કામ અંગે માપ સાથેની વિગતો દર્શાવી નથી. તલાટીની નાણાંકીય ચુકવણીના સમગ્ર વ્યવહારની કામગીરી હોતી નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application