વ્યારા ના ઇન્દુ ગામની સિમ માંથી પસાર થતા નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,જેમાં એક નો જીવ ગયો છે, જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોચી તપાસ હાથ ધરી હતી.
ઓવરબ્રિજ પર એક રિલાયન્સ કંપની ના ટેન્કર બગડી જતા રોડ પર પાર્ક કરેલ હતું, દરમ્યાન પાછળથી આવતી ડાક પાર્શલ ની ટ્રક (કન્ટેઈનર) ધડાકાભેર અથડાયું હતું.
મળતી માહિતી અનુસાર તા.26મી સપ્ટેમ્બર નારોજ વ્યારાના ઈન્દુ ગામની સિમ માંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 53 પર આવેલ ઇન્દુ ગામના ઓવરબ્રિજ પર એક રિલાયન્સ કંપનીનું ટેન્કર નંબર-જીજે/06/એએક્સ/4055 બગડી જતા રોડ પર પાર્ક કરેલ હતું, દરમ્યાન પાછળથી આવતી ડાક પાર્શલ ની ટ્રક (કન્ટેઈનર) નંબર-એચઆર/55/એસી/1444 ધડાકાભેર અથડાતા કન્ટેઈનરનો ચાલક બેદપ્રકાશ અભિમન્યુ યાદવ રહે,બીબીપુરા પોસ્ટ હેડકેનલ,પાનાં-ધોહરીઘાટ જી.માઉં (ઉત્તરપ્રદેશ) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું,
જ્યારે ક્લીનર ને ઈજાઓ થવા પામી હતી, જેને સારવાર અર્થે નજદીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાઈવેની વચ્ચે વચ થયેલ અકસ્માત ના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો, જેને કાકરાપાર પોલીસે ઘટના સ્થળે પહોંચી ડાયવર્ટ કર્યો હતો. બનાવ અંગે ટેન્કર ચાલક બજુરામ ખરભાનસિંહની ફરિયાદના આધારે કાકરાપાર પોલીસ મથકે બનાવ દાખલ કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500