Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શહેરમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળતા લોકો ઠુંઠવાયા

  • December 29, 2021 

સુરત શહેરમાં ઠંડીએ તેનો અસલ મીજાઝનો પરચો બતાવ્યો છે. એકાએક ત્રણ ડીગ્રી પારો નીચે ગગડી  ૧૬ ડિગ્રીએ પહોંચતા લોકો રીતસરના કાતિલ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરાંત સવારથી ૬ કિલોમીટરની ઝડપે ઠંડા પવનો ફુકાતા લોકો ઠંડીથી ઠુંઠવાયા હતા.


સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તાપમાનો પારો ૨૮.૬ ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાનનો પારો ૧૬ ડિગ્રી સેલ્સીયસ નોધાયો છે. જયારે હવામાં ભેજનું પ્રમાણ  ૯૦ ટકા અને હવામાં ભેજનું દબાણ ૧૦૧૭.૧ મીલીબાર રહેવા પામ્યુ છે. આજે સવારથી નોર્થની દિશામાંથી પ્રતિ કલાકે ૬ કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફુંકાઈ રહ્ના છે. અત્રે ઉલ્લેકનીય છે કે ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને કારણે સુરત શહેરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. આ ઉપરાંત રાજયના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ પણ થયો હતો જેની અસર પણ જાવા મળી રહી છે. શહેરમાં પ઼ડતી ફુલગુલાબી ઠંડીમાં બે ત્રણ દિવસથી વધારો થયો છે અને આજે સવારે લઘુતમ તાપમાનનો પારોï સીધો ત્રણ ડીગી ગગડી જતા કાતિલ ઠંડીમાં વધારો થયો છે. લોકોઍ રીતસર ગરમ વસ્ત્રો પહેરીને ફરવાની નોબત આવી છે. ઘરમાં પણ બારી બારણા અને પંખા બંધ રાખવા પડી રહ્ના છે. શહેરમાંï પડી રહેલી કાતિલ ઠંડીના કારણે લોકો રીતસર ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application