સુરતના અમીષા ચાર રસ્તા પાસે આવેલા મંથન કોમ્પ્લેક્સમાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનામાં એક આરોપીની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સુરત છોડી વતન નાસી જાય તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડયો હતો.
સુરતના લાલદરવાજા અમીષા ચાર રસ્તા નજીક મંથન કોમ્પ્લેક્સ આવેલું છે. અહી બીજા માળે રીનોવેટ થતી ઓફીસમાંથી એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃતક મહિલાનું નામ રીટા ઉર્ફે માધુરી ઉર્ફે ભૂરી હોવાનું અને તેની હત્યા જગન્નાથ ઉર્ફે સુદર્શન ઉર્ફે કાલીયા ઉર્ફે બટકો મંડલએ કરી હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે આ મામલે તપાસ કરી આરોપી વતન નાસી જાય તે પહેલા જ તેને સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક મહિલા દેહવિક્રયના ધંધા સાથે સંકળાયેલી હતી અને આરોપી તેને ૯૦૦ રૂપિયા આપી શરીર સબંધ બાંધવા મંથન કોમ્પ્લેક્સમાં લઇ ગયો હતો. અહી મહિલાએ શરીર સબંધ બાંધ્યા વિના રૂપિયા લઈને જતી રહેવાની તૈયારી કરતી હતી જેથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં મહિલાએ આરોપીના હાથે બચકું ભરી લીધું હતું જેથી રોષે ભરાયેલા આરોપીએ તેને ત્યાં પડેલા ફટકા વડે માથામાં મારી હત્યા કરી હતી. અને તે ત્યાંથી ફરાર થઇ ગયો હતો અને વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500