સોનગઢ ના હનુમંતિય ગામના એક શખ્શ સામે દારૂના ગુના પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા. જેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો કલેકટરે હુકમ કરતા તેની અટકાયત કરી રાજકોટ ની ખાસ જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં દારૂની બદી વ્યાપક પ્રમાણમાં ફુલીફાલી છે. ત્યારે સોનગઢ તાલુકાના હનુમંતિય ગામના નિશાળ ફળિયામાં રહેતો વિકી ઉર્ફે વિકેશ ધીમાનભાઇ ગામીત છેલ્લા અમુક સમયથી દારૂના ધંધા સાથે સંકળાયેલો હતો.
આ શખ્શ વિરૂધ્ધ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબશિન એકટ હેઠળ ગુના પણ નોંધાયેલા હતા. જેથી વિકી ઉર્ફે વિકેશ ગામીત વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કલેકટર અને જિલ્લા મેજી. તાપીનાઓ તરફ મોકલી આપેલ હતી. આ મામલે કલેકટર અને જિલ્લા મેજી. તાપી નાઓએ વિકી ઉર્ફે વિકેશ ધીમાનભાઇ ગામીત ની પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. જે અંતર્ગત તાપી પોલીસે તેની ધરપકડ કરી કોવિડ-19 નો ટેસ્ટ કરાવી તા.24મી ફેબ્રુઆરી 2021 ના રોજ અટકાયત કરી પોલીસ જાપ્તા સાથે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે મોકલી આપવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application