સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં કોષ ગામેથી વહેતી ઉકાઈ ડાબા કાંઠા નહેરના કોષ ગેટ નજીકથી અજાણ્યા પુરુષની ડૂબીને મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાનાં કોષ ગામે રહેતા અને નહેરના ગેટ ઓપરેટર તરીકે ફરજ બજાવતા ધર્મેશ છના પટેલ તથા મિત્તલ જયંતિ કોષ ગામેથી વહેતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરના કોષ ગેટ ઉપર ફરજ બજાવી રહ્યા હતા.
તે દરમિયાન રાત્રીનાં 8 વાગ્યાના સમયે તેઓ બંને ટોર્ચ લઈ કેનાલ બ્રિજ ઉપરથી પસાર થતા હતા. તે સમયે તેઓને નહેરના ગેટ પાસે પાણીના વહેણમાં એક પુરુષની નગ્ન હાલતમાં લાશ જોવા મળી હતી. ઘટના અંગે મહુવા પોલીસને જાણ કરતા પોલીસ ટીમ સાથે બારડોલી ફાયર ટીમને જાણ કરાતા લાશને દોરડાથી બાંધી બહાર કઢાઈ હતી. જયારે આ મૃતદેહ આશરે 40થી 45 વર્ષની વયનો જણાતો અજાણ્યો પુરુષ શરીરે મજબૂત બાંધાનો, ગૌવર્ણ વનનો અને ઊંચાઈ 5 ફૂટ 6 ઇંચ જેટલી જણાઈ હતી.
તેના જમણા હાથનાં ખભાના ભાગે ઓમ તથા ત્રિશૂળ અને જમણા હાથના અંગુઠા ઉપર ઓમ ટ્રોફાવેલ જોવા મળ્યા હતા. જયારે રાત્રીના 1 વાગ્યે બહાર કઢાયેલી લાશનું પરીક્ષણ કરાતા તેના શરીરે કોઈ પણ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. ઘટના અંગે મહુવા પોલીસે લાશનો કબ્જો લઈ જરૂરી તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500