Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંગાધરા ગામના ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો

  • January 07, 2022 

ઝીલ પટેલ/બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે આવેલ એક શેરડીના ખેતરમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં ગંગાધરા ગામે આવેલ દૂધમંડળીની સામે આવેલ એક શેરડીના ખેતરમાંથી આશરે 60થી 65 વર્ષીય અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાનો મૃતદેહ હોય અને આ મહિલાનું કયા કારણોસર મોત થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. ઘટના અંગે ગામના અગ્રણી પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસે થળ ઉપર પહોંચી મહિલાના મૃતદેહનો કબ્જો મેળવી તેના વાલી વારસાની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application