વ્યારાના કપુરા ગામની પાણીની કેનાલમાંથી સુસાઇડ નોટ સાથે એક અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતા સ્થાનિક પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર વ્યારાના કપુરા ગામના દેવલપાડા ફળીયામાં રહેતો કિશોરભાઈ ગીરિયાભાઈ ગામીતને તા.3-માર્ચ નારોજ કપુરા ગામની સીમમાંથી પસાર થતી માયનોર પાણીની કેનાલમાં એક અજાણ્યા શખ્સનો મૃતદેહ નજરે પડતા કિશોરભાઈએ વ્યારા પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસ હાથ ધરતા મૃતક અજાણ્યા ઇસમના પેન્ટના ખિસ્સા માંથી સફેદ તથા પીળા કલરના બે પ્લાસ્ટિકમાં કાગળમાં સુસાઇડ નોટ પણ મળી આવી હતી.સુસાઇડ નોટમાં એસીડીટી,કબજીયાત,આંખની તકલીફ, પેશાબની તકલીફ તથા બીજી અન્ય બીમારીનો ઉલ્લેખ કરેલ છે અને કોઈ જવાબદાર નથી બીમારીથી કંટાળી ગયો છું રીબાઇને મરૂ કે તેના કરતા તરત મરવાનું સારૂ તેમ લખાણ લખેલ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
મૃતક અજાણ્યો પુરૂષ જેની ઉંમર આશરે 65 થી 70 વર્ષ, જેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા સફેદ કલરનો બનીયાન પહેરેલ છે તથા કમરે કાળા કલરનું પેન્ટ પહેરેલ છે તે નીચે સફેદ તથા જાંબુલી કલરનો અંડરવેર પહેરેલ છે શરીરે પાતળા બાંધાનો, રંગે ઘઉંવર્ણનો છે. તેમજ તેના પેન્ટના પાછળના ખિસ્સા માંથી સફેદ તથા પીળા કલરના બે પ્લાસ્ટિકમાં કાગળમાં સુસાઇડ નોટ તથા મેટ્રોનીડાઝેલ 400 એમજી ટેબલેટનું પાકીટ મળી આવેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર અજાણ્યો ઇસમ બીમારીથી કંટાળી જઇ જાતે પોતે કપુરાગામની માયનોર કેનાલના પાણીમાં ડુબી જવા થી મરણ ગયેલ હાલતમાં મળી આવેલ હોવાનું જણાવ્યું છે. હાલ વ્યારા પોલીસે અકસ્માત મોત બનાવ દાખલ કરી મૃતકના વાલીવારસદારોની શોધખોળ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500