ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામના છ જેટલા માછીમારો ઉકાઈના જળાશયમાં મચ્છીમારી કરવા નાવડી લઈને ગયા હતા. હાલમાં ભારે વરસાદની વચ્ચે જળાશયમાં વાવાઝોડું આવતા તેમની નાવડી ઉંધી વળી ગઈ હતી. હોડીમાં સવાર છ પૈકી પાંચ માછીમારો મોત સામે જંગ છેડીને તરીને સલામત કિનારે આવી ગયા હતા. જોકે, એક માછીમારનું મોત નીપજ્યું હતું.
ઉચ્છલ નજીક કાંઠા વિસ્તારના માણેકપુર ગામના પટેલ ફળીયામાં રહેતા 6 માછીમારો ગતમોડી રાત્રે તાપી નદીના ફૂગારામાં માછલી પકડવા લાકડાની હોડી લઈને ગયેલ હતા. અને પરત આવતી વખતે અચાનક વરસાદ સાથે વાવાઝોડું આવતા લાકડાની હોડી ઉંધી વળી જતા તમામ છ માછીમારો ફૂગારા ના પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જોકે, તેમાંથી 5 માછીમારો મહામહેનતે તરીને કિનારે આવી ગયા હતા. પરંતુ મીરાજીભાઈ ગોડિયાભાઈ ગામીત નાઓનું ફૂગારા ના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. જેમનો મૃતદેહ સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. બનાવ અંગે નીતેશભાઈ મીરાજીભાઈ ગામીત ની ફરિયાદ ના આધારે ઉચ્છલ પોલીસે બનાવ રજીસ્ટર કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી નદીના ફૂગારામાં માછલી પકડવા ગયેલા માછીમારો
(1) મીરાજીભાઈ ગોડિયાભાઈ ગામીત (ઉ.વ.58) રહે,પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
(2) નીતેશભાઈ મીરાજીભાઈ ગામીત (ઉ.વ.26) રહે, પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
(3) અશ્વિનભાઈ કુરાનીયાભાઈ ગામીત (ઉ.વ.25) રહે, પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
(4) સુનીલભાઈ મગનભાઈ વસાવા (ઉ.વ.27) રહે, પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
(5) સંદીપભાઈ સુભાષભાઈ વસાવા (ઉ.વ.26) રહે, પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
(6) રાયસિંગભાઈ ઇસરીયાભાઈ કાથુડ (ઉ.વ.29) રહે, પટેલ ફળિયું,માણેકપુર-ઉચ્છલ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500