Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો,પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે

  • January 30, 2021 

દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ નજીક બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટમાં ૪ થી ૫ કારો ને નુંકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે, વિસ્ફોટ ફુટપાથ નજીક થયો  છે. જેના લીધે ૪ થી ૫ કારના કાચ તૂટ્યાં છે.

 

 

 

ઈઝરાયસના દૂતાવાસથી ૧૫૦ મીટરની દૂરી પર આ બ્લાસ્ટ થયો છે. ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી તેમજ દિલ્હી પોલીસના સિનિયર અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી દોડી આવ્યાં હતાં.

 

 

 

 

રાજધાનીના ડૉ. એપીજે અબ્દુલ કલામ રોડ પર ઈઝરાયલનું દૂતાવાસ આવેલું છે. એક અધિકારી પ્રમાણે અમે સાંજે ૫.૪૫ કલાકે બ્લાસ્ટની સુચના મળી જે બાદ અમે ઘટના સ્થળે પહોંચ્યા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application