Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના કીકાકુઈ પાસે નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડામાં બાઈક પટકાઈ, ચાલક નીચે પડતા પાછળ આવતા વાહને કચડી નાંખ્યો

  • September 18, 2022 

સોનગઢના માંડળ ગામ પાસે આદિવાસી ખેડૂતોની જમીન પર મસમોટું ટોલનાકું બાંધી સ્થાનિક વાહન ચાલકો સહિત આ હાઈવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો પાસેથી ટોલ ટેક્સના નામે તગડી રકમ વસુલાત કરનાર ટોલનાકાના સંચાલકો અને નેશનલ હાઈવેના અધિકારીઓ અહીના હાઇવે માર્ગ પર પડેલા ખાડાઓ નું સમયસર મરામત કરતા નથી, તેમાં શંકાને કોઈ સ્થાન નથી.જેના કારણે આજરોજ સવારે એક નિર્દોષ બાઈક ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો છે.




ટોલનાકાના સંચાલકો અને હાઇવે ઓથોરીટીનું પેટનું પાણી સુધ્ધા હાલ્યું નથી.

એમ તો બહુબલીઓએ સોનગઢના માડળ ખાતે કાર્યરત ટોલનાકા મુદ્દે એકપણ નેતાએ/આગેવાને સમખાવા પુરતી પણ સ્થાનિકોને રાહત અપાવી શક્યા નથી, અનેટોલ ટેક્સનો મુદ્દો હોય કે પછી નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર પડેલા ખાડાઓ હોય શરૂઆતથી જ અનેક અંદોલન કરાયા,રજૂઆત કરાઈ, હાઇવે બંધ કરાયા, આગેવાનોએ મીટીંગ યોજી પણ ટોલનાકાના સંચાલકો અને હાઇવે ઓથોરીટીનું પેટનું પાણી સુધ્ધા હાલ્યું નથી.




બાઈક વાહનચાલકોનું જીવનું જોખમ વધ્યું છે. એ હમે નથી કહેતા પોલીસની એફઆઈઆર પરથી ફલિત થઇ રહ્યું છે.

તાપી જીલ્લાની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર અનેક જગ્યાએ ઠેરઠેર ખાડાઓ પડ્યા છે, જેની તમામ જાણકારી હાઇવે ઓથોરીટીને છે જ, પરંતુ સમયસર ખાડાઓ પુરવા માટે સમય નથી,તે એક ચિંતાનો વિષય બન્યો છે. ખાડાઓમાં પટકાવવાના કારણે વાહનોમાં નુકશાની તેમજ ખુબજ મેન્ટનન્સ આવી રહ્યું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જયારે બાઈક વાહનચાલકોનું જીવનું જોખમ વધ્યું છે. એ હમે નથી કહેતા પોલીસની એફઆઈઆર પરથી ફલિત થઇ રહ્યું છે.





મોપેડ ખાડામાં ઉતરી અને ચાલક નીચે પટકાતા પાછળ આવતા વાહને માથાના ભાગે વ્હીલ ચઢાવી દીધું 

સોનગઢ તાલુકાના કીકાકુઈ ગામની સીમમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર ૫૩ ઉપર તે પણ ટોલનાકા આગળ આશરે એકાદ કિલોમીટર જેટલું દુર, કીકાકુઈ પાસે હાઈવે પર પડેલ ખાડામાં મોપેડ ગાડીનું વ્હીલ ઉતરી જતા મોપેડ ચાલક શકુરભાઈ સોમાભાઈ અણઝારા (ઉ.વ.૬૮) રહે, આરટીઓ ઓફીસ પાસે રણુજા નગર ધામડોદ-બારડોલી નાઓના મોપેડ પરથી નીચે હાઇવે રોડ પર પટકાયા હતા દરમિયાન તેઓની પાછળ આવતો કોઈ અજાણ્યા વાહન ચાલકે શકુરભાઈના માથાના ભાગે વ્હીલ ચઢાવી દેતા શકુરભાઈનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જોકે બનાવ અંગે પૃથ્વી ગિરીશભાઇ અણઝારાની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application