શહેરના બાડકદેવમાં આવેલ સ્પામાં યુવતીને ક્રૂરતા પૂર્વક ફ્ટકારનાર સંચાલક મોહસીન હુસૈન મુબારકભાઇ રંગરેજની જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના જજ ડી.એમ.બાવીસીએ ફ્ગાવી દઇ તેને જેલના હવાલે મોકલી આપ્યો છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આ મામલે તપાસ જારી છે, જાહેરમાં સ્ત્રીની ગરીમાને લાંછન લવાગે તેવો ગુનો આરોપીએ કર્યો છે, આરોપી સામે બીનજામીનલાયક ગુનો છે ત્યારે આરોપીને જામીન પર મુક્ત કરી શકાય નહીં.
અમદાવાદ શહેરના બાડકદેવમાં આવેલ સ્પા સંચાલક મોહસીન હુસૈન મુબારકભાઇ રંગરેજએ યુવતીને ક્રૂરતા પૂર્વક ફ્ટકારી હતી. આ મામલે ભારે વિવાદ બાદ ફરિયાદ થતા પોલીસે મોહસીનને પકડીને એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.આજે રિમાન્ડ પુરા થતા આરોપીએ જામીન માટે અરજી કરી હતી.અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આરોપીની જામીન અરજી સમયે ભોગ બનનાર યુવતી પણ હાજર થઇ હતી અને તેણે આરોપીને જામીન આપવામાં આવે તો કોઇ જ વાંધો ન હોવાનું જણાવ્યું હતું.જો કે, કોર્ટે અરજી ફ્ગાવતા નોંધ્યું હતું કે, યુવતી પહેલાંથી જ ભયના ઓથાર હેઠળ હોવાનું રેકોર્ડ પર પ્રસ્થાપિત થાય છે, આજે પણ જામીન સામે વાંધો નથી તેમ જણાવી રહી છે, આમ સમગ્ર મામલો જોતા આરોપી કસ્ટડીમાં હોવા છતા ફરિયાદ પક્ષને ફોડી પુરાવાને ચેડા કરતા હોવાનું જણાઇ આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500